Nokia G20 Launch: ભારતમાં સ્માર્ટફોનનું મોટું બજાર છે. દર મહિને અલગ અલગ કંપનીઓ પોતાના સ્માર્ટફોન લૉન્ચ કરે છે. vivo, Oppo, Oneplus, Samsung સહિતની કંપનીઓ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીના સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન નોકિયા G20ને ભારતમાં લોન્ચ કરવામાં આવશે તેવા અહેવાલ ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. પરંતુ લાંબા સમયથી આ ફોનની કોઈ ખબર સામે આવી ન હતી. આ દરમિયાન HMD ગ્લોબલ આ ફોનને લોન્ચ કરવા જઈ રહ્યું છે. નોકિયા G20ને એમેઝોન પર લિસ્ટ કરાયો છે. આ સાથે જ ફોનની કિંમત અને સેલની તારીખ પણ જોવા મળે છે. આ નવા ફોનની કિંમત રૂ. 12,999 રાખવામાં આવી છે. એમેઝોન ઇન્ડિયા પરથી આ ફોન 7 જુલાઈથી પ્રિ ઓર્ડર કરી શકાશે.
આ ફોનમાં 4GB+64GBની ઇન્ટરનલ સ્ટોરેજ હશે તેવી આશા છે. આ ડિવાઇસ નાઈટ અને ગ્લેશિયર કલરમાં આવશે. ચાલો આજે આ ફોનના સ્પેસિફિકેશન અંગે જાણીએ.
Nokia G20માં 4 જીબી રેમ
નોકિયા G20 માં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે છે. ફોનની નીચે ઠીક ચિન આપવામાં આવી છે. આ ફોનમાં મીડિયાટેક હીલિયો G25 SoC ચિપસેટ પ્રોસેસર જોવા મળશે. આ ફોન 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ એમ બે વેરિએન્ટમાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આ ફોન Android 11 આઉટ-ઓફ-બોક્સ પર કામ કરે છે.
કેમેરા તરીકે આ સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે ક્વાડ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવે છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 5 મેગાપિક્સેલ અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ, અને 2 મેગાપિક્સલનો માઈક્રો કેમેરાનું ડેપ્ટ સેન્સર છે. ફોનના ફ્રન્ટ ભાગમાં યૂઝરને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે.
" isDesktop="true" id="1111479" >
પાવર માટે આ ફોનમાં 5050 mAh બેટરી આપવામાં આવી છે. જે 10Wના ફાસ્ટ ચાર્જ સાથે આવે છે. આ ફોન સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર