સસ્તા થયા Nokiaના આ બજેટ સ્માર્ટફોન, હવે આટલી થઇ કિંમત

કંપનીએ Nokia 2.2 અને Nokia 3.2 સ્માર્ટફોનના ભાવમાં ઘટાડો કર્યો છે.

News18 Gujarati
Updated: October 11, 2019, 8:43 PM IST
સસ્તા થયા Nokiaના આ બજેટ સ્માર્ટફોન, હવે આટલી થઇ કિંમત
નોકિયા 3.2ની તસવીર
News18 Gujarati
Updated: October 11, 2019, 8:43 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ જો તમે કોઇ બજેટ ફોન લાવનું વિચારી રહ્યા છો તો તમારી પાસે સારી તક છે. કારણ કે નોકિયાએ (Nokia) પોતાના સ્માર્ટફોન્સની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપનીએ Nokia 2.2 અને Nokia 3.2 સ્માર્ટફોનના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવમાં ઘટાડો થયા બાદ હવે આ ફોન ક્રમશઃ રૂ.6599 અને રૂ.7499માં મળશે.

આ પહેલા નોકિયા 2.2ની કિંમત રૂ. 7699 અને નોકિયા 3.2ની કિમત 7999 રૂપિયા હતી. ગેજેટ 360ના સમાચાર પ્રમાણે કંપનીએ 3.2ની કિંમતમાં રૂ.500 અને 2.2ની કિંમતમાં 1100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નોકિયાએ 2.2ને જૂનમાં લૉન્ચ કર્યો હતો. અને 3.2ને કંપનીએ મેમાં લૉન્ચ કર્યો હતો.

આ પણ વાંચોઃ-OnePlus 7T Pro અને 7T Pro McLaren Edition લૉન્ચ, જાણો કિંમત

કયા મોડલનો કેટલો છે ભાવ
કિંમતમાં ઘટાડો થયા બાદ તમે 2.2ના 2GB RAM + 16GB storage મોડલ રૂ. 6599માં ખરીદી શકશો. જ્યારે 2.2નું 3GB RAM + 32GB storage મોડલ 7599 રૂપિયામાં મળશે. આ નવા ભાવ ફ્લિપકાર્ટ અને નોકિયાની વેબસાઇટ બંને ઉપર ડિસ્પ્લે થઇ રહ્યા છે. કિંમતોમાં થયેલો ભાવ ઘટાડો ઑનલાઇન નજર આવી રહ્યો છે. પરંતુ કંપની તરફથી આ અંગે કોઇ જાણકારી સામે આવી નથી.

આ પણ વાંચોઃ-અશ્લીલ વીડિયો બનાવી સતત ચાર વર્ષ સુધી યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ
Loading...

નોકિયાના 3.2નો 2GB RAM + 16GB storageવાળો ફોન રૂ. 7499 અને 3GB RAM + 32GB storageવાળો ફોન રૂ. 8499માં મળશે. આ ફોનનું 2GB મોડલ 8990 રૂપિયા અને 3GB મોડલ 10,790 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-જાણો કેટલી ખાસ છે ITC Grand Chola હોટલ, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ રોકાયા છે

નોકિયા 2.2 ઉપર તમને 2,200 રૂપિયા કેસબેક અને jio સબ્સક્રાઇબર્સને 100GB એડિશનલ ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત 3.2 ઉપર 2500 રૂપિયા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઑફર અંગે તમને નોકિયાની વેબસાઇટ ઉપર જાણકારી મળશે. આ ઉપરાંત આ બંને ફોન બ્લેક અને સ્ટીલ કલરમાં ઉપલબ્ધ છે.
First published: October 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...