Nokia C30: નોકિયાનો નવો સ્માર્ટફોન લૉંચ, ત્રણ દિવસ સુધી ચાલશે બેટરી, જાણો કિંમત અને ફીચર્સ

નોકિયા C30 સિરીઝ

Nokia C30 With Jio Exclusive Offer: એન્ટ્રી લેવલ Nokia C30 ચોથી સ્માર્ટફોન છે જે સ્પેશિયલ JioExclusive પ્રોગ્રામના લાભ સાથે આવે છે.

  • Share this:
    મુંબઈ: HMD Global તરફથી C-સિરીઝનો નવો સ્માર્ટફોન Nokia C30 રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનને Jio સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં રજૂ કરવામાં આવ્યો છે. એન્ટ્રી લેવલ Nokia C30 નોકિયાનો ચોથો સ્માર્ટફોન છે, જે Jio Exclusive પ્રોગ્રામ બેનિફિટ્સ સાથે આવે છે. Nokia C30 ભારતમાં લીલા અને સફેદ રંગમાં ઉપલબ્ધ છે. આ ફોન 3/32GB અને 4/64GB સાથે આવે છે. આ ફોન મુખ્ય ઑફલાઇન રિટેલ સ્ટોર, ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ અને Nokia.com પર ક્રમશ: 10,999 અને 11,999 રૂપિયા સાથે ઉપલબ્ધ છે. ફોનમાં ઇન્ટરનેલ સ્ટોરેજ 64GB જ છે પરંતુ તમે 256 GB સુધીનો મેમરી કોર્ડ નાખી શકો છો.

    જો ગ્રાહક JioExclusive ઑફરનો લાભ ઉઠાવવા માંગે છે તો તેમને મહત્તમ કિંમત પર 10% અથવા વધારેમાં વધારે 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ પ્રાઇસ સપોર્ટ મળશે. જે બાદમાં 3GB અને 4GB વેરિઅન્ટની કિંમત ક્રમશ: 9,999 રૂપિયા અને 10,999 રૂપિયા થશે.

    ઑફર

    ગ્રાહકો રિટેલ સ્ટોર પર અથવા MyJio એપ મારફતે પણ આ ઑફરનો લાભ ઊઠાવી શકે છે. MyJio એપના માધ્યમથી સેલ્ફ એનરોલમેન્ટના કેસમાં તે ડિવાઇસને એક્ટિવેટ કર્યાંના 15 દિવસની અંદર JioExclusive ઑફર ઑપ્શન પસંદ કરી શકાય છે. સફળ એનરોલમેન્ટના 30 મિનિટની અંદર પ્રાઇસ સપોર્ટ સીધી UPI મારફતે ગ્રાહકના ખાતામાં આપવામાં આવશે.

    249 રૂપિયા અને તેનાથી વધારે રિચાર્જ કરનારા Jio ગ્રાહકો પણ Myntra, PharmEasy, Oyo અને MakeMyTrip પર 4000 રૂપિયાનું લાભ મેળવવા માટે પાત્ર બનશે.

    આ પણ વાંચો: Login કરીને ભૂલી ગયા છો? આવી રીતે ચકાસો કેટલી સિસ્ટમમાં ઓપન છે તમારું gmail, આવી રીતે કરો Log out

    બેટરી

    Nokia C30 ફોનમાં 6.82 ઇંચ HD+ રિઝોલ્યૂશનનું ડિસ્પ્લે મળે છે. ડિસ્પ્લેમાં ફ્રન્ટ ફેસિંગ કેમેરો રાખવા માટે ઉપરની બાજુ વોટર ડ્રોપ નોચ મળે છે. આ ફોનમાં 6000 mAhની બેટરી મળે છે. કંપનીએ દાવો ક્યો છે કે સિંગલ ચાર્જ પર આ ફોન ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.

    કેેમરો

    Nokia C30 ફોન ડબલ 13MP કેમેરા સાથે આવે છે. જેના વિશે કંપનીએ દાવો કર્યો છે કે C-સિરીઝ ડિવાઇસમાં અત્યારસુધીનું સૌથી વધારે રિઝોલ્યૂશન છે. બીજો કેમેરો 2 મેગાપિકસ્લ મૉડ્યૂલ પોટ્રેટ શૉટ્સ માટે ડેપ્થ સેન્સર છે. આ ઉપરાંત સેલ્ફી માટે પાંચ મેગાપિક્સલને ફ્રન્ટ કેમેરા છે.

    આ પણ વાંચો: ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ: આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 11,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

    HMD Global તરફથી દાવો કરવામાં આવ્યો છે કે Nokia C30ને બે વર્ષ સુધી ત્રિમાસિક સુરક્ષા અપડેટ મળશે. એડિશનલ સુરક્ષા માટે ફોનમાં ફિંગપ્રિન્ટ અને ફેસ અનલૉક આપવામાં આવ્યા છે.

    કનેક્ટિવિટી

    કનેક્ટીવિટીની વાત કરીએ તો ફોનમાં 4G LTE, Wi-Fi 802.11 b/g/n, v4.2 બ્લૂટૂથ, GPS, માઇક્રો યુએસબી આપવામાં આવ્યા છે. સાથે જ 3.5 એમએમ હેટફોન જેક આપવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: