Nokia C1 Plus થયો લૉન્ચ, ખૂબ સસ્તા 4G સ્માર્ટફોનમાં આકર્ષક લુકની સાથે મળશે શાનદાર ફીચર્સ

Nokia C1 Plus થયો લૉન્ચ, ખૂબ સસ્તા 4G સ્માર્ટફોનમાં આકર્ષક લુકની સાથે મળશે શાનદાર ફીચર્સ
ખાસ વાત એ છે કે બજેટ રેન્જમાં હોવા છતાં Nokia C1 Plusમાં ફીચર્સની સાથે કોઈ સમજૂતી નથી કરવામાં આવી, જાણો શું છે કિંમત

ખાસ વાત એ છે કે બજેટ રેન્જમાં હોવા છતાં Nokia C1 Plusમાં ફીચર્સની સાથે કોઈ સમજૂતી નથી કરવામાં આવી, જાણો શું છે કિંમત

  • Share this:
    HMD Globalએ બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Nokia C1 Plus 4G લૉન્ચ કરી દીધો છે. જેવું નામથી જ જાણી શકાય છે કે કંપનીનો આ નવો ફોન ગયા વર્ષે લૉન્ચ થયેલા સૌથી સસ્તા સ્માર્ટફોન Nokia C1નું અપગ્રેડેડ વર્ઝન છે. Nokia C1Plus પણ એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે, જેની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે બજેટ રેન્જમાં હોવા છતાં આ ફોનમાં ફીચર્સની સાથે સમજૂતી નથી કરવામાં આવી. આ 4G ફોન છે અને એન્ડ્રોઇડ 10 Go એડિશન પર કામ કરે છે. આવો જાણીએ ફોનના કુલ સ્પેસિફેકશન્સ વિશે...

    Nokia C1 Plusના ફીચર્સ



    આ નવા Nokia C1 Plus ફોનમાં 5.45 ઇંચની HD+ ઇન સેલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ડિવાઇસની બિલ્ટ ક્વોલિટી ઘણી શાનદાર છે અને તેની પોલિકાર્બોનેટ બોડી તેને ઘણી મજૂબત બનાવે છે. આ ફોન 1 GB RAM અને 16 FBની ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. ઓએસ તરીકે આ ફોનમાં એન્ડ્રોઇડ 10 ગો એડિશન મળે છે.

    આ પણ વાંચો, ટ્રમ્પની આશાઓ ખતમ! ઇલેક્ટોરલ કોલેજમાં બાઇડનને મળ્યા 306 વોટ, ટ્રમ્પ 232 પર અટક્યા

    આ ફોનમાં 1.4GHzનું ક્વૉટ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનની મેમરીને માઇક્રો SD કાર્ડના માધ્યમથી 128 GB સુધી વધારી પણ શકાય છે. કેમેરાની વાત કરીએ તો Nokia C1 Plusમાં રિયરમાં ફ્લેશ અને HDR ઇમેજિંગ સપોર્ટની સાથે 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે પણ આ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

    આટલી છે ફોનની કિંમત

    પાવર આપવા માટે ફોનમાં 2500mAhની બેટરી આપવામાં આવી છે. 5V/1A રેટિંગવાળા ચાર્જરની સાથે આવનારી આ બેટરીથી લગભગ એક દિવસનો બેકઅપ મળી જાય છે.

    આ પણ વાંચો, કૂતરાઓ માટે રોટલી ન બનાવી તો ભાઈએ બહેનને માથામાં મારી ગોળી, પછી કર્યું સરેન્ડર

    નોકિયાના ફોનની કિંમત 69 યૂરો (લગભગ 6170 રૂપિયા) છે. કંપનીએ જણાવ્યું કે આ ફોનનો સેલ આવનારા દિવસોમાં શરૂ થશે. કંપનીએ આ સ્માર્ટફોનને કયા માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાની છે, તેના વિશે હજુ કોઈ જાણકારી નથી આપી.
    Published by:Mrunal Bhojak
    First published:December 15, 2020, 11:30 am

    ટૉપ ન્યૂઝ