Home /News /tech /

આ છે દુનિયાનો પહેલો 5 કેમેરાવાળો ફોન, જાણો કિંમત-ફીચર્સ

આ છે દુનિયાનો પહેલો 5 કેમેરાવાળો ફોન, જાણો કિંમત-ફીચર્સ

NOKIAએ પાંચ કેમેરાવાલો Nokia 9 PureView લોન્ચ કર્યો છે

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 (MWC2019)માં NOKIAએ પાંચ કેમેરાવાલો Nokia 9 PureView લોન્ચ કર્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: સ્પેનના બાર્સિલોનામાં આયોજીત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2019 (MWC2019)માં NOKIAએ પાંચ કેમેરાવાલો Nokia 9 PureView લોન્ચ કર્યો છે. આ દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેના રિયરમાં 5 કેમેરા આપવામાં આવ્યા છે. આમાં 12-12 મેગાપિક્સલના 5 કેમેરા અને સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં નેક્સ્ટ જનરેશન Pro કેમેરા એપ પણ છે. બધા કેમેરા 1/1.82 અપર્ચર સાથે છે. આ પાંચ કેમેરામાંથી 2 ફુલ કલર છે. જ્યારે 3 કેમેરા મોનોક્રોમ છે. જે ખાસ કરીને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી માટે આપવામાં આવ્યા છે.

    ફોનમાં 5.99 ઇંચની ક્વાડ-એચડી+ (1440x2960 પિક્સલ) AMOLED સ્ક્રીન છે. જેનો અસ્પેક્ટ રેશિયો 18.5:9 છે. આ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે ચે. આ સ્માર્ટફોન 6000 સીરિઝ એલ્યુમિનિયમથી બનેલો છે અને આમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 છે.


    ફોનમાં 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ છે. Nokia 9 PureView આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ 9 પાઇ પર ચાલશે. પાવર માટે ફોનમાં 3320 mAHની બેટરી છે. જે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટેડ છે.


    કનેક્ટિવિટી માટે આમાં વાઇ-ફાઇ, બ્લુટૂથ અને એનએફસી જેવા ફીચર છે. વોટર અને ડસ્ટ રેસિસ્ટેન્ટ માટે ફોનને IP67 રેટિંગ આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Nokiaએ રજૂ કર્યા આ બે ખાસ સ્માર્ટફોન, ઓછી કિંમતમાં વધુ ખુશી

    Nokia 9 Pure Viewની કિંમત 699 ડોલર (લગભગ 50,000 રૂપિયા) છે. આ સ્માર્ટફોનનું વેચાણ માર્ચમાં શરૂ થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Features, Five cameras, Launched, Mwc 2019, Nokia 9 PureView, Price

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन