Nokia પહેલી વખત ફોનમાં લોન્ચ કરશે પોપ-અપ સેલ્ફી કેમેરા

ટ્વિટર પર નોકિયાના નવા ફોનની માહિતી લીક થઈ ગઈ છે.

News18 Gujarati
Updated: July 28, 2019, 10:55 AM IST
Nokia પહેલી વખત ફોનમાં લોન્ચ કરશે પોપ-અપ સેલ્ફી કેમેરા
ટ્વિટર પર નોકિયાના નવા ફોનની માહિતી લીક થઈ ગઈ છે.
News18 Gujarati
Updated: July 28, 2019, 10:55 AM IST
ન્યૂઝ18 ગુજરાતી:  એચએમડી ગ્લોબલનો આગામી સ્માર્ટફોન નોકિયા 8.2 ની ખાસિયત ટ્વિટર પર લીક થઈ ગઇ છે. નવો સ્માર્ટફોન નોકિયા 8.1 નું અપગ્રેડ વર્ઝન હોઈ શકે છે. અહેવાલ છે કે આ નવો નોકિયા બ્રાન્ડનો આ ફોન પોપ અપ સેલ્ફી કેમેરા અને એન્ડ્રોઇડ ક્યૂ આઉટ-ઓફ-ધ બોક્સ સાથે રજૂ કરવામાં આવશે. જો આવું થાય તો તે કંપનીનો પહેલો પોપ અપ સેલ્ફી કેમેરો હશે. આ પહેલા કંપનીએ પંચ હોલ કેમેરાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ પોપ-સેલ્ફી કેમેરા સાથે આ પહેલો ફોન હશે.

ટિપ્સટર ઇશાન અગ્રવાલે નોકિયા 8.2 ફોનની વિગતો ટ્વિટર પર શેર કરીને દાવો કર્યો છે કે નોકિયા 8.2 સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરો હશે. આ સાથે ફોનમાં એન્ડ્રોઇડ ક્યૂ અને 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવશે.



આ પણ વાંચો: યૂઝર્સને ભેટ! નવી એપ લાવી રહ્યું છે WhatsApp, બદલાઇ જશે ચેટનો અંદાજ

ગૂગલ અત્યારે એન્ડ્રોઇડ ક્યૂનું પરીક્ષણ કરી રહ્યું છે, આમ તો બજારમાં ઘણા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેમાં પોપ-અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, પરંતુ નોકિયાના આ ફોનમાં આ પહેલી વખત જોવા મળશે.


Loading...

નોકિયા 9 pureview છે 5 કમેરા વાળો ફોન

એચએમડી ગ્લોબલ એ તાજેતરમાં ભારતમાં પોતાનો પાંચ કેમેરા ધરાવતો સ્માર્ટફોન નોકિયા 9 પ્યોર વ્યૂ લોન્ચ કર્યો છે. નોકિયા 9 પ્યોર વ્યૂ એ વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે જેમાં પાછળના ભાગમાં 5 કેમેરા છે. કંપનીએ આ ફોનની કિંમત 49,999 રૂપિયા રાખી છે. નોકિયાના આ સ્માર્ટફોનમાં 5.99 ઇંચની ક્વાડ એચડી + પોલેડ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1440x2960 ​​પિક્સેલ્સ છે.



આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. નોકિયા 9 પ્યોરવ્યૂમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે. પાવર માટે ફોનમાં વાયરલેસ ચાર્દિંગ સપોર્ટ સાથે 3,320 એમએએચ બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં ક્વાલકોમ ઓક્ટાકોર સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
First published: July 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...