એચએમડી ગ્લોબલ આજે ભારતમાં નવો સ્માર્ટફોન Nokia 8.1 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોનને દિલ્હીનાં એક કાર્યક્રમમાં સાંજે 5.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ ફોનને ગત સપ્તાહમાં દુબઇમાં લોન્ચ કર્યો હતો. આ ફોનની સૌથી ખાસ વાત તેની બેટરી હોય શકે છે. કંપનીનો દાવો છે કે આ ફોનની બેટરી બે દિવસ ચાલશે. મહત્વનું છે કે એચએમડી ગ્લોબલે (HMD Global)હાલમાંજ આ સ્માર્ટફોનને ચીનમાં Nokia X7નાં નામથી લોન્ચ કર્યો છે.
ફોનમાં 6.18 ઈંચ Pure ડિસ્પ્લે છે. IPS LED panel છે, જેનું રિઝોલ્યૂશન 2246×1080 પિક્સલ અને એસ્પેક્ટ રેશિયો 18.7:9 છે. સમાર્ટફોનમાં Qualcomm’s Snapdragon 710 SoCની સાથે Adreno 616 GPU આપવામાં આવ્યું છે.
સ્માર્ટફોનમાં ડુઅલ રિયર કેમેરાની સાથે Zeiss optics, 18W ફાસ્ટ ચાર્જિંગ કેપેબિલીટી, સ્નેપડ્રેગન 710SoC, 6.18 ઈંચ પ્યોરવ્યૂ ડિસ્પ્લેની સાથે HDR10 સપોર્ટ છે. ભારતમાં આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 Pie આઉટ ઓફ ધ બોક્સની સાથે આવી શકે છે.
Nokia 8.1નાં કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં 12 મેગાપિક્સલ + 13 મેગાપિક્સલનો ડુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આમાં 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.
ભારતમાં આ ફોનને 4 જીબી રેમ/6 જીબી રેમની સાથે 64 જીબી/128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ ફોનની કિંમત મિડ રેંજથી થોડી વધારે હશે જે 30 હજાર રૂપિયાની આસપાસ થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર