આ દિવસે લોન્ચ થશે Nokia 6.2, કિંમત તમારા બજેટમાં

News18 Gujarati
Updated: June 3, 2019, 9:53 AM IST
આ દિવસે લોન્ચ થશે Nokia 6.2, કિંમત તમારા બજેટમાં
નોકિયા 6.2 નોકિયાના X71 સ્માર્ટફોનનું જ ગ્લોબલ વેરિએન્ટ છે.

નોકિયા 6.2 નોકિયાના X71 સ્માર્ટફોનનું જ ગ્લોબલ વેરિએન્ટ છે, જેને થોડા અઠવાડિયા પહેલા તાઇવાનમાં રજૂ કરવામાં આવ્યો હતો.

  • Share this:
નોકિયા તેનો નવો સ્માર્ટફોન નોકિયા 6.2 ભારતીય બજારમાં 6 જુનના રોજ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ ટીઝર જાહેર કરતા જણાવ્યું હતુ કે આ લોન્ચ ઇવેન્ટ ભારતની સાથે સાથે ઇટાલીમાં પણ આયોજીત કરવામાં આવી છે. નોકિયાના ટ્વિટર એકાઉન્ટ પર કરેલા ટ્વિટમાં કહ્યું છે કે નોકિયા 6.2ની કિંમત નોકિયા 6.1 જેટલી હશે. નોકિયા 6.1 ભારતીય બજારમાં 16,999 રૂપિયાની શરુઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ છે કે નોકિયા 6.2 ની કિંમત પણ તેની આસપાસ રહેશે.

નોકિયા 6.2 નોકિયાના X71 સ્માર્ટફોનનું જ ગ્લોબલ વેરિએન્ટ છે, જેને થોડા અઠવાડિયા પહેલા તાઇવાનમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસમાં 6.39 ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનો અસપેક્ટ રેશિોયો 19.5: 9 છે. આ ડિવાઇસમાં 6 જીબી રેમ અને 128 જીબી એક્સ્પેન્ડબલ સ્ટોરેજ છે. આ સાથે તેમા સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે.

નોકિયા X71 માં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે, તેની સાથે 8 મેગાપિક્સેલનું સુપર-વાઇડ એન્ગલ લેન્સ અને 5 મેગાપિક્સલનું ડેપ્થસેન્સર છે. સેલ્ફી માટે, તેમાં 16-મેગાપિક્સલનો કેમેરો છે.

આ પણ વાંચો: આ સ્માર્ટફોનમાં એવું તો શું છે ખાસ કે 2 કલાકમાં વેચાયા 2 લાખ ફોનનોકિયા X71 સુવિધાઓકંપનીએ નોકિયા એક્સ 71 માં 6.39-ઇંચની એફએચડી + પ્યોર ડિસ્પ્લે છે, જેનું અસ્પેક્ટ પ્રમાણ 19.3: 9 છે. તેની ડિસ્પ્લે પંચ-હોલ સાથે આવે છે. તેને વર્ટિકલ કેમેરા સેટઅપ ગ્લાસ બેક ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 6 જીબી રેમ સાથે આવે છે. તેમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે જે માઇક્રોએસડી કાર્ડથી 256 જીબી સુધી વધારી શકાય છે.નોકિયા 2.2 પણ લોન્ચ થવાની ધારણા

નોકિયા મોબાઈલે તાજેતરમાં ટ્વિટર પર ટીઝર રજૂ કર્યું છે, જેમાં કંપનીએ કેમેરાને હાઇલાઇટ કર્યું છે અને ટેગલાઇન લખ્યું છે, 6 જુન, 2019 ના રોજ નવી લાઇટમાં જુઓ #GetAhead. આ ઉપરાંત નોકિયાના અન્ય એક પોસ્ટમાં જણાવાયું છે કે નવો ફોન આકર્ષક ડિઝાઇન સાથે આવશે. નોકિયા પાવર યુઝર પર આપવામાં આવેલી માહિતી અનુસાર સિંગલ કેમેરા અનુમાન લગાવવામાં આવે છે.
First published: June 3, 2019, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading