આજે લોન્ચ થઇ શકે છે Nokia 6.2, જાણો કિંમત અને ફિચર્સ

News18 Gujarati
Updated: June 6, 2019, 9:19 AM IST
આજે લોન્ચ થઇ શકે છે Nokia 6.2, જાણો કિંમત અને ફિચર્સ
નોકિયા તેનો નવો સ્માર્ટફોન નોકિયા 6.2 ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.

નોકિયા તેનો નવો સ્માર્ટફોન નોકિયા 6.2 ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.

  • Share this:
ફિનલેન્ડની કંપની, એચએમડી ગ્લોબલ, 6 જૂન એટલે કે આજે નોકિયા 6.2 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. ભારતમાં તેને રિબ્રાન્ડ કરીને નોકિયા 6.2 ના નામથી લોન્ચ થઈ શકે છે. કંપનીએ એક ટીઝરમાં જાહેર કર્યું કે તે ગુરુવારે વૈશ્વિક ઇવેન્ટ યોજાશે.

હાલ ટીઝરમાં લોન્ચ ઇવેન્ટ વિશે વધુ વિગતો નથી. એક ટ્વીટર એકાઉન્ટ નોકિયા એન્યુમાંમાં જાણવા મળ્યું છે કે નોકિયા 6.2 ને આ ઇવેન્ટમાં લોન્ચ કરી શકે છે. નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન બનાવનાર એચએમડી ગ્લોબલ આ દિવસે ભારતમાં એક ઇવેન્ટનું આયોજન કરશે. આશા છે કે આ ફોન પણ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે આ ફોન ખૂબ જ સારો છે. જાણો તેના ફિચર્સ વિશે..

કિંમત

અહેવાલો અનુસાર, નોકિયા 6.2 સ્માર્ટફોનની કિંમત લગભગ રૂ. 18,999 થઈ શકે છે. આ કિંમત તેના બેઝ મોડેલની હશે. નોકિયા 6.2 ની કિંમત નોકિયા 6.1 ની આસપાસ હશે. ભારતમાં નોકિયા 6.1 સ્માર્ટફોન 16,999 રૂપિયામાં લોન્ચ કરાયો હતો. નોકિયા 6.2 સાથે કંપની આ ઇવેન્ટમાં નોકિયા 9 PureView લોન્ચ કરી શકે છે. નોકિયા 9 Pureview પાછળના ભાગમાં પેઇન્ટા કેમેરા સેટઅપ સેટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન પાછળ, 5 કેમેરા છે.

નોકિયા 6.2 નોકિયાના X71 સ્માર્ટફોનનું જ ગ્લોબલ વેરિએન્ટ છે, જેને થોડા અઠવાડિયા પહેલા તાઇવાનમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસમાં 6.39 ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનો અસપેક્ટ રેશિોયો 19.5: 9 છે. આ ડિવાઇસમાં 6 જીબી રેમ અને 128 જીબી એક્સ્પેન્ડબલ સ્ટોરેજ છે. આ સાથે તેમા સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે.

આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થશે ખૂબ ઓછી કિંમત ધરાવતો આ સ્માર્ટફોનનોકિયા X71 સુવિધાઓ

કંપનીએ નોકિયા એક્સ 71 માં 6.39-ઇંચની એફએચડી + પ્યોર ડિસ્પ્લે છે, જેનું અસ્પેક્ટ પ્રમાણ 19.3: 9 છે. તેની ડિસ્પ્લે પંચ-હોલ સાથે આવે છે. તેને વર્ટિકલ કેમેરા સેટઅપ ગ્લાસ બેક ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 6 જીબી રેમ સાથે આવે છે. તેમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે જે માઇક્રોએસડી કાર્ડથી 256 જીબી સુધી વધારી શકાય છે.ટ્રિપલ કેમેરા સેટઅપ

નોકિયા X71 માં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે, તેની સાથે 8 મેગાપિક્સેલનું સુપર-વાઇડ એન્ગલ લેન્સ અને 5 મેગાપિક્સલનું ડેપ્થસેન્સર છે. સેલ્ફી માટે, તેમાં 16-મેગાપિક્સલનો કેમેરો છે.ઇન્ટરનલ સ્ટોરેજ

નોકિયા 6.2માં ઇન્ટરનલ સ્ટોરેજ 128 જીબી હોઇ શકે છે અને માઇક્રો કાર્ડની મદદથી 256 જીબી વધારીશકાય છે. આ ઉપરાંત તેમા સિમ કાર્ડ માટે બે સ્લોટ્સ હશે.
First published: June 6, 2019, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading