Home /News /tech /

Amazon Freedom Sale: Nokia 6.1 Plusને 11,000 રૂપિયામાં ખરીદવાની આજે છેલ્લી તક

Amazon Freedom Sale: Nokia 6.1 Plusને 11,000 રૂપિયામાં ખરીદવાની આજે છેલ્લી તક

અમેઝોન ફ્રીડમ સેલમાં નોકિયા 6.1 પ્લસને ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીખી શકાય છે, આવો જાણીએ સમગ્ર ઓફર...

અમેઝોન ફ્રીડમ સેલમાં નોકિયા 6.1 પ્લસને ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીખી શકાય છે, આવો જાણીએ સમગ્ર ઓફર...

    Amazon Freedom Sale 2019ની શરૂઆત 8 ઓગસ્ટે થઈ હતી અને આજે 11 ઓગસ્ટે તેનો છેલ્લો દિવસ છે. આ સેલમાં ગ્રાહક સ્માર્ટફોન્સ, ફેશન પ્રોડક્ટસ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિત અનેક વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે સેલનો ફાયદો નથી ઉઠાવી શક્યા તો આજે છેલ્લી તક છે. સેલમાં સ્માર્ટફોનના ડિસ્કાઉન્ટની વાત કરીએ તો અહીં બ્રાન્ડેડ ફોન પર ભારે છૂટ મેળવી શકાય છે. સેલમાં નોકિયાના સ્માર્ટફોન 6.1 પ્લસને પણ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આવો જાણો શું છે ઓફર...

    Amazon પર ઓફર

    Amazonનું કહેવું છે કે સેલમાં ગ્રાહક અસંખ્ય કેટેગરીમાં 17 કરોડથી વધુ પ્રોડક્ટની ખરીદી કરી શકે છે. નોકિયાના 6GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનને 18,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ Amazon ફ્રીડમ સેલમાં આ ફોનને ગ્રાહક 10,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ ડિસ્કાઉન્ટ બ્લેક અને બ્લૂ કલરના વેરિઅન્ટ પર ઉપલબ્ધ છે. જ્યારે વ્હાઇટ કલર વેરિઅન્ટ અને 4GB રેમના વેરિઅન્ટવાળા ફોન મૂળ કિંમતમાં મળી રહ્યો છે.


    આ પણ વાંચો, OMG: હવે Xiaomi લોન્ચ કરશે 100 મેગાપિક્સેલ કેમેરાવાળો ફોન

    Nokia 6.1 Plusના ફીચર્સ

    ફીચર્સની વાત કરીએ તો Nokia 6.1 Plus 5.8 ઇંચની ડિસ્પ્લે પર 1080x2280 પિક્સલના ફુલ એચડી + રેજોલ્યૂશનની સાથે આવે છે. નોકિયાના બાકી ફોનની જેમ નોકિયા 6.1 પ્લસ પણ એન્ડ્રોઇડ વન સીરીઝનો ભાગ છે અને એન્ડ્રોઇડ 8.1 ઓરિયા પર કામ કરે છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    Nokia 6.1 Plusનો કેમેરા

    કેમેરાની વાત કરીએ તો તેમાં અપર્ચર એફ/2.0ની સાથે 16 મેગાપિક્સલ પ્રાઇમરી અને અપર્ચર એફ/2.4ની સાથે 5 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સરવાળો ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. આ ઉપરાંત અપર્ચર એફ/2.0ની સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, JK લાવ્યું સ્માર્ટ ટાયર, સ્માર્ટફોન બતાવશે કે કારનું ટાયર ક્યારે બદલવું!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Discount, Nokia-6-1-plus, અમેઝોન, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર