અડધી કિંમતમાં મળી રહ્યા છે Nokiaના આ સ્માર્ટફોન

એચએમડી ગ્લોબલ નીચા ભાવે નોકિયા 6.1 પ્લસ અને નોકિયા 8.1 પ્લસ ખરીદવાની તક આપે છે.

News18 Gujarati
Updated: July 14, 2019, 4:04 PM IST
અડધી કિંમતમાં મળી રહ્યા છે Nokiaના આ સ્માર્ટફોન
એચએમડી ગ્લોબલ નીચા ભાવે નોકિયા 6.1 પ્લસ અને નોકિયા 8.1 પ્લસ ખરીદવાની તક આપે છે.
News18 Gujarati
Updated: July 14, 2019, 4:04 PM IST
નોકિયા સ્માર્ટફોન ખરીદનારા લોકો માટે સારા સમાચાર છે. એચએમડી ગ્લોબલ નીચા ભાવે નોકિયા 6.1 પ્લસ અને નોકિયા 8.1 પ્લસ ખરીદવાની તક આપે છે. ગ્રાહકો આ ઈ-કૉમર્સ વેબસાઇટ Tata Cliq અને Amazon પરથી સસ્તામાં ખરીદી શકે છે. ચાલો જાણીએ કે ફોનની ઓફર શું છે.

આટલા સસ્તામાં ખરીદો આ ફોન
નોકિયા 6.1 પ્લસ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ્સ 17,600 રૂપિયાના બદલે 12,399 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પર 29% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કંપની ઇએમઆઈનો વિકલ્પ પણ ઓફર કરી રહી છે. બીજી બાજુ નોકિયા 8.1 પ્લસ વિશે વાત કરીએ તો તેને 28,831 રૂપિયાની જગ્યાને બદલે 18,790 રુપિયામાં ખરીદી શકાય છે. આના પર 9000 રુપિયા સુધી એક્સચેન્જ ઓફર પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમે યસ બેંકના ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરો છો, તો તેના પર 10% ની ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત પણ અનેક ઓફર્સ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: TikTok Video: છોકરાએ JCBને નાગિનની જેમ નચાવ્યુંનોકિયા 6.1 પ્લસ લક્ષણો
Loading...

Nokia 6.1 Plusના લક્ષણો વિશે વાત કરીએ તો તેમા 5.8-ઇંચ ડિસ્પ્લે પર 1080x2280 પિક્સેલ્સની પૂર્ણ એચડી + રિઝોલ્યૂશન સાથે આવે છે. નોકિયાના બાકીના ફોનની જેમ નોકિયા 6.1 પ્લસ એ એન્ડ્રોઇડ વન શ્રેણીનો એક ભાગ છે અને એન્ડ્રોઇડ 8.1 ઓરેયો પર કામ કરે છે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે. કેમેરા વિશે વાત કરીએ તો 5 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સરનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. જે એપપરર એફ / 2.0 સાથે 16 મેગાપિક્સલ પ્રાઇમરી અને એપરર્ટ એફ / 2.4 છે.નોકિયા 8.1 પ્લસની સુવિધાઓ

આ ફોનમાં 6.18 ઇંચનો પૂર્ણ એચડી + ડિસ્પ્લે છે, જેની પિક્સેલ રીઝોલ્યુશન 1080x2244 છે. આ ફોનમાં 2.2 ગીગાહર્ટઝ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે.આ ફોનમાં 64 જીબી અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 400 જીબી સુધી વધારી શકાય છે. તે એન્ડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે.
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...