આજે ભારતમાં લોન્ચ થશે Nokia 4.2, જાણો શું હશે એડવાન્સ ફિચર

નોકિયાના આ ફોનની કિંમત ભારતીય બજારમાં બજેટ સેગમન્ટમાં હોઇ શકે છે.

નોકિયા 4.2 ફેબ્રુઆરી મહિનામાં MWC 2019 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં ખાસ એલઇડી નોટિફિકેશન સાથે પાવર બટન મળશે.

 • Share this:
  HMD ગ્લોબલ આજે નોકિયા 4.2ને ભારતમાં લોન્ચ કરવા તૈયાર છે. HMD ગ્લોબલે ટ્વિટર પર ટિઝર પોસ્ટ કરી આ જાણકારી આપી છે કે નોકિયા 4.2 ને 7 મેના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ઓફિશિયલ ટીઝરને એક શોર્ટ વીડિયોમાં જાહેર કરવામાં આવ્યું છે જ્યા એલઇડી નોટિફિકેશન લાઇટ સાથે પાવર બટન નજર આવી રહ્યું છે. સાથે જ ડેડીરેટેડ ગૂગલ આસિસ્ટન્ટ બટન જોવા મળી રહ્યું છે. આ સાથે MWC 2019માં બાર્સોલિનામાં નોકિયા 4.2 અને નોકિયા 3.2ને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલા નોકિયા ઓફિશિયલ વેબસાઇટ પર નોકિયા 4.2 અને નોકિયા 3.2ને લિસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

  એચએમડી ગ્લોબલે નોકિયા 4.2ને ભારતમાં લોન્ચ કરવાની પુષ્ટી નોકિયા મોબાઇલ ઇન્ડિયા ટ્વિટર એકાઉન્ટ પર ટીઝર પોસ્ટ કરી આપી છે જે ભારતમાં નોકિયા 4.2 નું લોન્ચિંગ ખૂબ જલદી કરવામાં આવશે. એટલે કે, લોન્ચ કરવાની તારીખ 7 મે હશે. તે સ્પષ્ટ નથી કે નોકિયા 4.2 ભારતમાં નોકિયા 3.2ને પણ લોન્ચ કરશે.

  નોકિયા 4.2ની કિંમતની વાત કરીએ તો તેની આંતરરાષ્ટ્રીય કિંમત 2GB + 16જીબી વેરિએન્ટ માટે $ 169 (લગભગ 11,700 રૂપિયા) 3GB 32GB વેરિએન્ટની કિંમત (લગભગ 13,800 રૂપિયા) રાખવામાં આવી છે. આની જાહેરાત માત્ર MWC દરમિયાન કરવામાં આવી હતી. તો બીજી બાજુ નોકિયા 3.2 વિશે વાત કરીએ તો તેની શરુઆતી કિંમત $ 139 (લગભગ 9,600 રૂપિયા) છે. એવી અપેક્ષા છે કે નોકિયા 4.2ની ટક્કર રેડમી નોટ 7 પ્રો, રિયલમી 3 પ્રો અને ગેલેક્સી એમ 30 સાથે થશે.  નોકિયા 4.2 ના સ્પેશિફિકેશન વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ પાઇ અને 5.71 ઇંચ એચડી + (720x1520 પિક્સલ) પર ચાલે છે, ગ્રાહકોને આ સ્માર્ટફોનમાં 3 જીબી રેમ સાથે ઓક્ટા-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર મળશે.  ફોટોગ્રાફી માટે પાછળના ભાગમાં 13 મેગાપિક્સલનો અને 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તે જ સમયે, તેમા સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કૅમેરો છે. કેનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi 802.11 b / g / n, બ્લૂટૂથ વી 4.2, જીપીએસ / A-GPS, એનએફસીએ, માઇક્રો યુએસબી ટેકો અને એક 3.5mm હેડફોન જેક છે. તેમા બેટરી 3,000 એમએચ છે અને પાછળ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

  આટલી હોઇ શકે છે નોકિયા 4.2ની કિંમત

  નોકિયા 4.2ની કિંમતની વાત કરીએ તો 2જીબી+16જીબી વેરિએન્ટની 169 ડોલર (લગભગ 11,700 રુપિયા), 3જીબી+32જીબી વેરિએન્ટની કિંમત (લગભગ 13,800 રુપિયા) રાખવામાં આવી છે.
  Published by:Bhoomi Koyani
  First published: