Nokia 3.1 A અને Nokia 3.1 C સ્માર્ટફોન લોન્ચ, જાણો - ફિચર્સ

કિંમત Nokia 3.1 A બ્લેક કલર મોડલને 10 જૂનથી વોલમાર્ટ પરથી ખરીદી શકાશે

News18 Gujarati
Updated: June 10, 2019, 3:56 PM IST
Nokia 3.1 A અને Nokia 3.1 C સ્માર્ટફોન લોન્ચ, જાણો - ફિચર્સ
Nokia 3.1 A અને Nokia 3.1 C સ્માર્ટ ફોનમાં 5.45 ઈંચની IPS ડિસપ્લે આપવામાં આવી છે.
News18 Gujarati
Updated: June 10, 2019, 3:56 PM IST
એચએમડી ગ્લોબલે નોકિયાના નવા બે સ્માર્ટફોન્સ એમેરિકન બજારમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. પહેલો Nokia 3.1 A સ્માર્ટફોન AT&T યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, જ્યારે બીજો Nokia 3.1 C સ્માર્ટ ફોન AT&T સબ્સિડ્રી, ક્રિકેટ વાયરલેસ યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ બંને સ્માર્ટ ફોનના નામ ગત વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવ્યા હતા Nokia 3.1 જેવા છે.

કિંમત Nokia 3.1 A બ્લેક કલર મોડલને 10 જૂનથી વોલમાર્ટ પરથી ખરીદી શકાશે. જ્યારે Nokia 3.1 Cને વ્હાઈટ કલરના મોડલમાં ક્રિકેટ વાયરલેસ સ્ટોર્સ અને ક્રિકેટ વાયરલેસ.કોમ પરથી 14 જૂનથી ખરીદી શકાશે. જોકે, આ બંને સ્માર્ટફોનની કિંમતનો ખુલાસો થયો નથી.

ફિચર

Nokia 3.1 A અને Nokia 3.1 C સ્માર્ટ ફોનમાં 5.45 ઈંચની IPS ડિસપ્લે આપવામાં આવી છે. આ HD+ રેઝૂલેશન અને એસ્પેક્ટ્સ રેશ્યો 18:9 છે. બંને સ્માર્ટફોન્સ Qualcomm Snapdragon 429 SoC પ્રોસેસરથી સજ્જ છે. આ સ્માર્ટફોનમાં LED ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો ઓટોફોકસ કેમેરા આપવામાં આવ્યો છે. આમાં પહેલી વખત મોશન ફોટોઝ ફિચર આપવામાં આવ્યું છે. તેમાં 32GB ઈન્બિલ્ટ સ્ટોરેઝ સ્પેસ છે, જેમાં microSD કાર્ડ દ્વારા સ્ટોરેઝ વધારી શકાશે.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...