Home /News /tech /

Nokia લાવશે દમદાર flip phone: અહીં જાણો Nokia 2760 Flip 4G અંગે બધું જ

Nokia લાવશે દમદાર flip phone: અહીં જાણો Nokia 2760 Flip 4G અંગે બધું જ

નોકિયા 2760 ફોન

Nokia 2760 Flip 4G device: ડિવાઇસમાં 240x320 પિક્સલના રિઝોલ્યુશન સાથે IPS LCD પેનલ છે. તે Kai OS 3.0 પર ચાલે છે અને 5 મેગાપિક્સલનો કેમેરો સપોર્ટ કરે છે.

મુંબઈ: વર્તમાન સમયે મોટાભાગના સ્માર્ટફોન ઉત્પાદકો (Smartphone manufacturers) એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન બનાવે છે. ફીચર ફોન (feature phones) સેગમેન્ટમાં ખૂબ ઓછી કંપનીઓની હાજરી છે. ત્યારે નોકિયા (Nokia flip phone) આ સેગમેન્ટમાં ખૂબ મહેનત કરી રહી છે અને ટૂંક સમયમાં નવા ફીચર ફોન લોન્ચિંગની તૈયારી કરી રહી છે. આ ફીચર ફોનની ખાસિયત તેની ફ્લિપ ડિઝાઈન (flip design smartphone) છે. નોકિયાએ હજુ સુધી લોન્ચિંગ માટે કોઈ જાહેરાત કરી નથી તેથી એમ કહી શકાય કે કદાચ તેના લોન્ચિંગ માટે રાહ જોવી પડશે.

1,450 mAh બેટરી

નોકિયા 2760 ફ્લિપ 4G ડીવાઈસ (Nokia 2760 Flip 4G device) કથિત લોન્ચ પહેલા ટ્રાકોકોન પર લિસ્ટેડ કરવામાં આવી છે. આ લિસ્ટિંગના કારણે ડિઝાઇનની અંગેની ઘણી વિગતો જાહેર થઈ છે. વેબસાઇટ પર નોકિયા 2760 મોડેલ નંબર N139DL સાથે જોવા મળ્યું છે. ડિવાઇસમાં 240x320 પિક્સલના રિઝોલ્યુશન સાથે IPS LCD પેનલ છે. તે Kai OS 3.0 પર ચાલે છે અને 5 મેગાપિક્સલનો કેમેરો સપોર્ટ કરે છે. નોકિયા 2760 ફ્લિપ 4Gમાં 1,450 mAh બેટરી મળે છે. જે 6.8 કલાકની બેટરી લાઇફ આપવાનો દાવો કરે છે. તેની સાથે તેમાં 14 દિવસ સુધીનો સ્ટેન્ડબાય મળે છે.

સ્માર્ટફોનનું વજન આશરે 137 ગ્રામ

નોકિયા 2760 ફ્લિપ 4Gમાં ક્લેમશેલ ડિઝાઇન છે. જે વર્ચ્યુઅલી ખુલે છે. આ મોડેલ કાળા રંગમાં જોવા મળ્યું છે, પરંતુ નોકિયા લોન્ચ કરતી વખતે અન્ય રંગો જાહેર કરે તેવી પ્રબળ શક્યતા છે. ટ્રાકોકોન લિસ્ટિંગ મુજબ સ્માર્ટફોનનું વજન આશરે 137 ગ્રામ હશે અને તેનું કદ 4.33 x 2.28 x 0.76 ઇંચ હશે. નોકિયા 2760 ફ્લિપ 4Gમાં નાની લંબચોરસ ડિસ્પ્લે છે અને તે મોટા બેઝલ્સથી ઘેરાયેલ છે. ડિસ્પ્લેની ટોચ પર ઇયરપીસ છે.

ફોનના ફીચર

ફોનમાં કેટલું સ્ટોરેજ રહેશે તે અંગે વિગતો વેબસાઇટ પર લિસ્ટેડ નથી. જોકે, તેમાં માઇક્રો-એસડી સાથે સ્ટોરેજ 32GB સુધી લઈ જઈ શકાશે. નોકિયા 2760 ફ્લિપ 4Gના કનેક્ટિવિટી વિકલ્પોમાં 4જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસનો સમાવેશ થાય છે. તે સિવાય આ ડિવાઇસમાં mp3 પ્લેયર, મલ્ટી મીડિયા મેસેજિંગ અને ઇમેઇલ મળશે.

આ પણ વાંચો: Nokia: નોકિયાના ચાર નવા સ્માર્ટફોનની તસવીરો લીક, જાણો કેવા દેખાય છે સ્માર્ટફોન

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ સ્માર્ટફોન ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશન (FCC)ની વેબસાઇટ પર જોવા મળ્યો હતો. જોકે, નોકિયાએ હજુ સુધી લોન્ચિંગ માટે કોઈ જાહેરાત કરી નથી તેથી એમ કહી શકાય કે કદાચ તેના લોન્ચિંગ માટે રાહ જોવી પડશે.
First published:

Tags: Nokia, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર