Home /News /tech /3 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Nokiaનો ફોન, 13 દિવસ ચાલશે બેટરી!

3 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Nokiaનો ફોન, 13 દિવસ ચાલશે બેટરી!

નોકિયા (Nokia)એ તેનો ફીચર ફોન નોકિયા 110 4G (Nokia 110 4G) લોન્ચ કર્યો

nokia 110 4g - આ સસ્તા ફીચર ફોનમાં HMD ગ્લોબલે HD વોઇસ કોલિંગની સુવિધા આપી છે

    તાજેતરમાં જ નોકિયા (Nokia)એ તેનો ફીચર ફોન નોકિયા 110 4G (Nokia 110 4G) લોન્ચ કર્યો છે. મહત્વનું છે કે, આ સસ્તા ફીચર ફોનમાં HMD ગ્લોબલે HD વોઇસ કોલિંગની સુવિધા આપી છે. જોકે, કંપની આ ફોનને યુરોપમાં અગાઉ જ લોન્ચ કરી ચૂકી છે. કંપનીએ આ ફોનને 2799 રૂપિયામાં લોન્ચ કર્યો છે. ગ્રાહકો આ ફોનને બે કલર્સ Aqua Black અને Yellowમાં ખરીદી શકે છે. આ ફોનનો સેલ 24 જુલાઈના રોજ એમેઝોન અને નોકિયાના ઓનલાઇન સ્ટોર પાર શરુ થઇ ચૂક્યો છે.

    નોકિયા 110 4G ફોનમાં 1.8 ઇંચની QVGA કલર ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 120X160 પિક્સલ છે. આ ફોનમાં Unisoc T107 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ ફોનમાં 128MBની રેમ અને 48MB ઇન્ટરનલ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, તમે માઈક્રોએસડી કાર્ડ સ્લોટ દ્વારા ફોન સ્ટોરેજને 32GB સુધી વધારી શકાય છે. Nokia 110 4G ફોનમાં 4G કનેક્ટિવિટી સહીત HD વોઇસ કોલિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે.

    જબરદસ્ત છે બેટરી લાઈફ

    આ ફીચર ફોનમાં કંપનીએ 1020 mAhની બેટરી આપી છે, જેને તમે ફોનમાંથી બહાર પણ કાઢી શકો છો. આશ્ચર્યની વાત તો એ છે કે આ બેટરી 13 દિવસ સુધીનો સ્ટેન્ડ બાય ટાઈમ પણ આપે છે. તેમજ ફોન 16 કલાકનું મ્યુઝિક પ્લેબેક અને 5 કલાકનું 4G ટકટાઈમ આપે છે.

    આ પણ વાંચો - માત્ર 7 જ દિવસમાં તૈયાર થઇ જશે આ પાક! બાલ્કનીથી લઈને બેડરૂમ સુધી ગમે ત્યાં ઉગાડી શકાશે, કમાણી થશે લાખોની

    નોકિયાના આ ફોનમાં 0.8 મેગાપિક્સલનો QVGA રિઅર કેમેરો આપેલો છે. આ ફોન Series 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. મોબાઈલમાં 3-1 સ્પીકર્સ અને MP3 પ્લેયર આપવામાં આવ્યું છે.
    " isDesktop="true" id="1117636" >

    નોકિયાનો આ ફોન વાયર્ડ અને વાયરલેસ FM રેડિયોને સપોર્ટ કરે છે. આ ફોનમાં આઇકોનિક સ્નેક જેવી ગેમ્સ પણ આપવામાં આવી છે. વાયર્ડ ઈયરફોનનો ઉપયોગ કરવા માટે કંપનીએ ફોનમાં 3.5mmનો ઓડિયો જેક પણ આપ્યો છે.
    First published:

    Tags: Nokia, Nokia 110, Nokia 110 4g, Nokia 110 4g feature phone, Voice calling