Home /News /tech /

Nokia 1 લોન્ચ, કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન

Nokia 1 લોન્ચ, કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન

OLYMPUS DIGITAL CAMERA

    HMD ગ્લોબલે રવિવારે બાર્સિલોનામાં 5 નવા નોકિયા મોબાઈલ ફોન્સ લોન્ચ કર્યા છે. આમાં ચાર Nokia 8 Sirocco, Nokia 7 Plus, Nokia 6 (2018) અને Nokia 1 સ્માર્ટફોન છે, જ્યારે Nokia 8110 4G ફિચર ફોન છે.

    આ બધા જ ફોનમાં કંપનીએ સૌથી સસ્તો સ્માર્ટફોન Nokia 1 લોન્ચ કરી દીધો છે. સૌથી ખાસ વાત તે છે કે, આ સ્માર્ટફોન Android Go પ્લેટફોર્મ (OS) પર ચાલે છે. ગૂગલનું આ પ્લેટફોર્મ ખાસ રીતે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન માટે જ બનાવવામાં આવ્યો છે. આ ઓએસ માટે ગૂગલે GO સિરીઝના એપ્સ પહેલા જ લોન્ચ કરી દીધા છે. આમાં ગૂગલ ગો, એસિસ્ટેન્ટ ગો અને જીમેલ ગો જેવા એપ્સ સામેલ છે. આ એપ્સને સસ્તા એન્ટ્રી લેવલના સ્માર્ટફોનમાં ચાલવા લાયક બનાવવામાં આવ્યા છે. તે માટે Nokia 1 એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે અને પ્યોર એન્ડ્રોઈડનો પણ અનુભવ મળશે.

    Nokia 1 ની કિંમત 85 ડોલર (લગભગ 5500 રૂપિયા) રાખવામાં આવી છે. જોકે, આવનારા સમયમાં સ્પષ્ટ થશે કે, બારતમાં આની કિંમત શું હશે. આનું વેચાણ એપ્રિલથી શરૂ થશે. તે માટે બે કલર વેરિએન્ટ હશે- વોર્મ રેડ અને ડાર્ક બ્લૂ



    સ્પેસિફિકેશનની વાત કરીએ તો Nokia 1માં 4.5 ઈંચની FWVGA સ્ક્રિન આપવામાં આવી છે અને આમાં 1.1GHz ક્વોડ કોર મીડિયાટેક MT6737M પ્રોસેસર આપવામાં આવ્યું છે. આમાં 1GB રેમ અને ઈન્ટરનલ મેમોરી 8GB આપવામાં આવી છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા આની મેમોરીને 128GB સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોન Android Oreo (Go Edition) પર ચાલે છે અને આવનારા સમયમાં આમાં નવા અપડેટ મળશે.

    ફોટોગ્રાફી માટે આમાં 5 એમપીના ઓટોફોક્સ રિયર કેમેરા એલઈડી ફ્લેશ સાથે આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે આમાં 2 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ 4G સ્માર્ટફોનની બેટરી 2,150mAhની છે, કંપનીએ દાવો કર્યો છે કે, 9 કલાકનું ટોકટાઈમ આપશે અને 15 દિવસનું સ્ટેન્ડબાય બેકઅપ આપશે.

    ઉલ્લેકનિય છે કે, પ્રથમ વખત આ સ્માર્ટફોન સાથે Android Go Edition આવી રહ્યું છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે, આને યૂઝર્સ કેવી રીતે એડોપ્ટ કરે છે. આ સ્માર્ટફોનની આખી ઈકો સિસ્ટમ અલગ છે, એપ્સ નવી હશે. તે માટે આ સ્માર્ટફોનથી કંપનીને વધારે આશાઓ છે. ભારતીય સ્માર્ટફોન યૂઝર્સ માટે આ પ્રાઈસ સેગ્મેન્ટમાં પ્યોર એન્ડ્રોઈડ સિસ્ટમ મળવી એક સારી વાત છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Android go oreo edition, Nokia 1 launched, Nokia 1 launched with android go oreo edition, Technology news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन