કોઇપણ સ્થળે પહોંચતા પહેલા જ બૂક કરી શકશો તમારા પાર્કિંગની જગ્યા!

પ્રતિકાત્મક તસવીર

ઘર છોડ્યા પછી તરત જ તમે મોબાઇલ એપ દ્વારા ખાલી પાર્કિંગ સ્લોટ બૂક કરી શકો છો.

  • Share this:
    બજાર અથવા આસપાસના ગીચ વિસ્તારમાં ફરવા જવા પર પાર્કિંગની સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે. ઘરની બહાર નિકળવું તો સરળ છે પરંતુ સૌથી મોટી મુશ્કેલીતો પાર્કિંગની છે. અનેક વખત પાર્કિંગની શોધમાં તમારે કલાકો સુધી ચક્કર લગાવવા પડે છે. પરંતુ આગામી દિવસોમાં, દિલ્હી-નોઇડા માટે આ મુશ્કેલી દૂર થઇ શકે છે. દૈનિક જાગરણના એક અહેવાલ અનુસાર સત્તાવાળાએ આ સમસ્યાને દૂર કરવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. આના માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવશે. આ મોબાઇલ એપ્લિકેશન સાથે શહેરમાં તમામ ભૂગર્ભ, મલ્ટિલેર, સરફેસ અને મૉલ પાર્કિંગ ઉમેરવામાં આવશે.

    આ સાથે તમે ઘર છોડીને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખાલી પાર્કિંગ સ્લોટ બુક કરી શકો છો. જો કે આ સુવિધા નાના પાર્કિંગ સ્લોટ માટે નહીં હોય. મોબાઇલ એપ્લિકેશન હેઠળ તમે ફક્ત તે પાર્કિંગ સ્લોટ્સ બુક કરી શકો છો જ્યાં મલ્ટિલેયર અથવા અંડર પાર્કિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય. મોબાઇલ એપ્લિકેશન્સ માટે કરારમાં પણ કર્યો છે. માહિતી અનુસાર, આ કામ 31 માર્ચ, 2020 સુધીમાં પૂર્ણ થશે.



    ઓનલાઇન કરી શકશો ચુકવણી

    આ એપ્લિકેશનમાં વિશિષ્ટ વસ્તુ એ હશે કે યૂઝર્સ પાર્કિંગ સ્લોટ્સ બૂકિંગ પછી ઑનલાઇન ચૂકવણી કરી શકશે. આ એપ્લિકેશન અનેક ગેટવે લિંક્સથી જોડી શકાશે. પહેલા તબક્કામાં આ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ સેક્ટર -16 એમાં બની રહેલી ભૂગર્ભ પાર્કિંગમાંથી શરૂ થશે. ટ્રાયલ સફળ થયા પછી મોબાઇલ એપ્લિકેશનથી તરત જ તમામ પ્રકારના પાર્કિંગ ઉમેરવામાં આવશે.
    Published by:Bhoomi Koyani
    First published: