જરૂર નહીં પડે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બૂકની, ડાઉનલોડ કરો આ એપ

આ એપ દ્વારા આપ સહેલાઇથી ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો

News18 Gujarati
Updated: June 10, 2019, 11:36 AM IST
જરૂર નહીં પડે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બૂકની, ડાઉનલોડ કરો આ એપ
આ એપ દ્વારા આપ સહેલાઇથી ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો
News18 Gujarati
Updated: June 10, 2019, 11:36 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: ઘણી વખત એવું બને છે કે ,આપણે આપણું ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ ગાડીમાં રાખવાનું ભૂલી જઇએ છીએ. તે માટે અમારી પાસે એક ઉત્તમ વિકલ્પ છે. mParivahan. આ એક એપ છે જેને ડાઉનલોડ કરી આપણે આપણાં તમામ ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકીએ છીએ. આપણાં ડોક્યુમેન્ટ્સનું આ ડિજિટલ ફોર્મેટ સંપૂર્ણ માન્ય છે. ખાસ વાત એ છે કે આ એપ એન્ડ્રોઇડ અને iOS યુઝર બંને માટે ઉપલબ્ધ છે.

તો જો આપને ટ્રાફિક ઇન્સ્પેક્ટર રોકે છે તો સ્માર્ટફોન પર ડ્રાઇવિંગ લાયસન્સ કે RC બૂક જેવાં ડોક્યુમેન્ટ્સ આપ દેખાડી શકો છો. આ એપની મદદથી આપ વર્ચુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ ડાઉનલોડ કરી શકો છો. આપની પાસે ગાડીનો
રજિસ્ટ્રેશન નંબર અને ઓરિજિનલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. સાથે જ આપની બર્થ ડેટ પણ નાંખવાની રહે છે. આ ડોક્યુમેન્ટ્સ બાદ કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવાનાં રહે છે.

આ પણ વાંચો- Vodafone લાવ્યું ફેમિલી પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને 200GB ડેટા

આવી રીતે ડાઉનલોડ કરો એપ
-એન્ડ્રોયડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર અને આઇફોન માટે એપ સ્ટોર પર જવું
Loading...

-અહીં 'mParivahaan' નામથી એપ સર્ચ કો
-એપ પર ક્લિક કર્યા બાદ Install પર ટેપ કરો
-'mParivahaan' એપ ખોલો
-ટોપ રાઇટ કોર્નર પર ત્રણ લાઇન દેખાશે તેનાં પર ટેપ કરો
-અહીં Sign In નું ઓપ્શન આવશે. તેને ટેપ કરો અને પોતાનાં મોબાઇલ નંબર પર SMS આવશે તેમાં વેરિફિકેશન કોડ આવશે તે અહીં લખો
-હવે એપની હોમસ્ક્રીન પર જઇને RC પર ટેપ કરો
-સર્ચ ફીલ્ડમાં ગાડીનો નંબર નાખો અને સર્ચ કરો
-એપ રજિસ્ટ્રેશન નંબરથી જોડાયેલો ડેટા જાતે જ ફેચ કરી લેશે.
-હવે 'Add to Dashbord' પર ટેપ કરી આપ RC બૂક એડ કરી શકો છો.

આ પણ વાંચો- AC ચાલુ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...