No Free Left: જાણો શું છે આ ટ્રાફિક નિયમ, નહીં તો આપવો પડી શકે છે મોટો દંડ

ફાઈલ તસવીર

ટ્રાફિક સાથે જોડાયેલ ઘણા એવા નિયમો છે, જેના વિશે આપણને જાણકરી હોતી નથી. જેના કારણે ઘણી વખત મોટો દંડ પણ આપવો પડી શકે છે. એવો જ એક નિયમ છે No Free Left. જે દેશના ઘણા રાજ્યોમાં લાગૂ છે.

  • Share this:
    ટ્રાફિક સાથે જોડાયેલ ઘણા એવા નિયમો છે, જેના વિશે આપણને જાણકરી હોતી નથી. જેના કારણે ઘણી વખત મોટો દંડ પણ આપવો પડી શકે છે. એવો જ એક નિયમ છે No Free Left. જે દેશના ઘણા રાજ્યોમાં લાગૂ છે. સમગ્ર દેશમાં આ નિયમ લાગૂ ન હોવાના કારણે No Free Left નિયમ વિશે બધાને જાણકાર હોતી નથી અને તેના જ કારણે ઘણા લોકોના ચલણ કપાય છે. એવામાં અમે તમારા માટે No Free Left ટ્રાફિક નિયમ વિશે જાણકારી લઇને આવ્યા છીએ. જેને જાણીને તમે દંડ આપથી બચી શકો છો. તો આવો તમને જણાવીએ શું છે No Free Left.

    શું છે No Free Left નિયમ?

    આ નિયમ દેશના અમૂક જ રાજ્યમાં લાગૂ છે. જેનાથી ટ્રાફિક વ્યસ્થાને જાળવી રાખવામાં સરળતા માટે ટ્રાફિક પોલીસ અલગ-અલગ શહેરોમાં લાગૂ કરે છે. હવે તમને સમજાવીએ કે આ નિયમ કઇ રીતે લાગૂ થાય છે. હકીકતમાં જ્યારે તમે રોડ પર તમારું વ્હિકલ ચલાવો છો, તો ઘણી વખત તમને એવી જગ્યાઓ પર ટ્રાફિક લાઇટ લગાવેલી જોવા મળે છે, જ્યાં સીધી સડકની સાથે ડાબી બાજુ પણ રોડ વળાંકની સાથે વળે છે. આ જગ્યાઓ પર આ નિયમ લાગૂ કરવામાં આવે છે.

    કઇ રીતે કામ કરે છે No Free Left નિયમ

    જ્યારે સીધા રસ્તા પર રેડ લાઇટ હોય છે અને તેની સાથે ડાબી બાજુ પણ રસ્તો વળાંકમાં હોય છે, એવી જગ્યાએ ટ્રાફિક પોલીસ No Free Left નિયમ લાગૂ કરે છે. જેનો સીધો અર્થ છે કે જ્યારે સીધા રસ્તા પર ટ્રાફિક લાઇટ લાલ હોય છે, ત્યારે જ્યાં સુધી સીધા રસ્તા પર ટ્રાફિક લાઇટ ગ્રીન ન થઇ જાય, તમે ડાબી બાજુ પર પણ તમારું વાહન વાળી શકતા નથી.

    આ પણ વાંચો: તમારું Voter Id Card ખોવાઈ ગયું છે? તો આ રીતે કરો ડાઉનલોડ, મિનિટોમાં થઇ જશે કામ

    મોટાભાગે લોકો કરે છે આ ભૂલ

    મોટાભાગે ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુ ફ્રી હોય છે. એવામાં જ્યારે સીધા રસ્તા પર લાલ સિગ્નલ હોય છે, તો લોકો ડાબી બાજુને ફ્રી માને છે અને જે લોકોને ડાબી બાજુ જવાનું હોય છે, તેઓ પોતાના વાહનને તે બાજુ વાળી લે છે. જેના કારણે No Free Left નિયમ લાગૂ કરવામાં આવે છે. તો ઘણા લોકો ભૂલમાં ડાબી બાજુને ફ્રી માનીને વાહનને વાળી લે છે અને તેમને ચલણ ભરવું પડે છે.

    જે રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ No Free Left નિયમ લાગૂ કરે છે, ત્યાં રોડ પર વળાંકથી થોડું આગળ એક ચેતાવણીનું બોર્ડ લગાવે છે અને તેના પર હીન્દી, અંગ્રેજી સહિત સ્થાનિક ભાષામાં No Free Left લખ્યું હોય છે. જોકે, જે રાજ્યમાં આ નિયમ લાગૂ હોય છે, તે તમામ રાજ્યોમાં દંડની રકમ અલગ-અલગ હોય છે.
    Published by:kuldipsinh barot
    First published: