રુપિયા કે કાર્ડથી નહીં, હાથને સ્કેન કરીને Amazon પર કરો પેમેન્ટ

એમેઝોન દ્વારા લાવવામાં આવેલી આ સ્કેનિંગની ટેકનિક મોબાઇલ ફોન ફિંગર પ્રિન્ટ સ્કેનરથી અલગ હશે, તેથી તેને શારીરિક રૂપે ટચ કરવો નહીં પડે.

News18 Gujarati
Updated: September 5, 2019, 3:51 PM IST
રુપિયા કે કાર્ડથી નહીં, હાથને સ્કેન કરીને Amazon પર કરો પેમેન્ટ
તમામ ફૂડ અને સુપર માર્કેટ સ્ટોર્સ માટે આ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી શકે છે.
News18 Gujarati
Updated: September 5, 2019, 3:51 PM IST
આવતા કેટલાક દિવસોમાં તમારે ચુકવણી કરવા માટે કોઈ કાર્ડ અથવા રોકડની જરૂર નહીં પડે, તેના બદલે તમે તમારા હાથને સ્કેન કરી ચૂકવણી કરી શકો છો. ન્યુ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ એમેઝોન આવું પરીક્ષણ કરી રહ્યું છે કે સ્ટોર પર માલ ખરીદ્યા પછી તમે બાયોમેટ્રિક ટેકનીકનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એમેઝોન આવતા વર્ષ સુધીમાં તેના તમામ ફૂડ અને સુપર માર્કેટ સ્ટોર્સ માટે આ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી શકે છે.

આ સ્કેનિંગ ટેકનીક મોબાઇલ ફોન ફિંગર પ્રિન્ટ સ્કેનરથી અલગ હશે, આ માટે તમારે શારીરિક રૂપે ટચ નહીં કરવો પડે, પરંતુ તમે હથેળીને દૂરથી સ્કેન કરીને ચૂકવણી કરી શકશો. આ માટે તમારા હથેળીની વિગતો સાથે જોડાયેલા કાર્ડમાંથી પૈસા કાપવામાં આવશે. અત્યારે આ સિસ્ટમ વધુ સચોટ બનાવવાનું કામ ચાલુ છે. આમા રિટેલર્સને અનેક સુવિધા મળશે કારણ કે તેનાથી ચુકવણી માટે સમય લેશે નહીં.

આ પણ વાંચો: આવી ગયું નવું Android 10! સૌથી પહેલા આ સ્માર્ટફોનમાં થયું અપડેટ, બદલાશે આ ફિચર્સપરંતુ આ ટેકનીકમાં સલામતી વિશે પ્રશ્નો હોઈ શકે છે, કારણ કે લોકોને પોતાનો બાયોમેટ્રિક ડેટા આપવો પડશે અને બીજું જ્યાં કોઈ હ્યુમન ઇન્ટરફેસ નહીં હોય ત્યાં છેતરપિંડી થવાની સંભાવના ઘણી હશે. શરૂઆતમાં તે એમેઝોન પ્રાઇમ ગ્રાહકો માટે હશે.


Loading...

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોઈએ ન્યૂયોર્ક પોસ્ટને કહ્યું હતું કે કાર્ડ સાથે ચુકવણી કરવામાં 3 થી 4 સેકંડનો સમય લાગે છે, પરંતુ આ ટેકનીકથી 300 મિલિસેકન્ડમાં ચૂકવણી થઇ જશે. નિષ્ણાંતો કહે છે કે ખરીદદારોએ આ માટે મોબાઈલ ફોન લાવવો પડશે નહીં. પરંતુ તે ચિંતાનો વિષય છે કે શું લોકો આ ટેકનીકીને અપનાવવામાં અને તેમની બાયોમેટ્રિક વિગતો આપવામાં ઉત્સાહ બતાવશે કે કેમ.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...