Home /News /tech /

Nirjala Ekadashi 2022: કાલે છે નિર્જળા એકાદશી ભૂલથી પણ ન કરતાં આ દિવસે આ 4 ભૂલો, નહિતર...

Nirjala Ekadashi 2022: કાલે છે નિર્જળા એકાદશી ભૂલથી પણ ન કરતાં આ દિવસે આ 4 ભૂલો, નહિતર...

નિર્જળા એકાદશીએ ભૂલથી પણ ન કરતાં આ કામ

Nirjala Ekadashi 2022: જેઠ મહિનાની શુક્લ પક્ષની નિર્જળા એકાદશી (Nirjala Ekadashi 2022)ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત (Nirjala Ekadashi Vrat) કરનાર લોકોને બધા પાપોથી મુક્તિ અને પુણ્ય મળે છે. આ દિવસે વ્રત કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વખતે 10 જૂનને શુક્રવારે નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે નિર્જળા એકાદશી વ્રત દરમિયાન કેટલીક ભૂલો ટાળવી જોઈએ. એકાદશી વ્રતના નિયમનું યોગ્ય રીતે પાલન કરવાથી ભક્તને શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે. a

વધુ જુઓ ...
    ધર્મ ભક્તિ ડેસ્ક: હિંદુ પંચાંગ (Hindu panchang) મુજબ દર મહિને બે વાર એકાદશી (Ekadashi) આવે છે. એક કૃષ્ણ પક્ષ અને બીજી શુક્લ પક્ષની એકાદશી હોય છે. આમ વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. આમાં જેઠ મહિનાની શુક્લ પક્ષની નિર્જળા એકાદશી (Nirjala Ekadashi 2022)ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત (Nirjala Ekadashi Vrat) કરનાર લોકોને બધા પાપોથી મુક્તિ અને પુણ્ય મળે છે. આ દિવસે વ્રત કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વખતે 10 જૂનને શુક્રવારે નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે નિર્જળા એકાદશી વ્રત દરમિયાન કેટલીક ભૂલો ટાળવી જોઈએ. એકાદશી વ્રતના નિયમનું યોગ્ય રીતે પાલન કરવાથી ભક્તને શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે. જેથી અહી નિર્જળા એકાદશી વ્રત દરમિયાન કઈ ભૂલો ન કરવી તે અંગે જાણકારી અપાઈ છે.

    ચોખા ખાવાનું ટાળો - એકાદશીના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નિર્જળા એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી ઉપવાસનો લાભ મળતો નથી. કહેવાય છે કે નિર્જળા એકાદશીના દિવસે ઘરના અન્ય સભ્યો પણ ચોખાનું સેવન ન કરે તે સારું છે. તેથી એકાદશીના દિવસે બને ત્યાં સુધી માત્ર રોટલીનું જ સેવન કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરનાર વ્યક્તિને આગલા જન્મમાં જીવજંતુ તરીકે જન્મ લેવો પડતો હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો- આ બે રાશિનાં જાતકોએ ભૂલથી પણ ન પહેરવો કાળો દોરો, લાવશે કમનસીબી

    મીઠું ન ખાવું - નિર્જળા એકાદશીના વ્રતમાં ભૂલથી પણ મીઠું ન ખાવું જોઈએ. મીઠાનું સેવન જો ખૂબ જ જરૂરી હોય તો તમે દિવસમાં એકવાર સેંધા મીઠું ખાઈ શકો છો. ઉપવાસ ન કરતા હોય તો પણ સાત્વિક ભોજન જ ખાઓ.

    આ પણ વાંચો- Astrology: આ 4 રાશિના જાતકોને હોય છે પોતાનાં લગ્નનો ભારે શોખ, આખો દિવસ લગ્નનાં સપનાં જ જોતા હોય છે

    આ વસ્તુઓના સેવનથી પણ બચો - નિર્જળા એકાદશી પર ચોખા, મસૂરની દાળ, મૂળા, રીંગણ અને કઠોળનું સેવન પણ ન કરવું જોઈએ. નિર્જળા એકાદશીનું વ્રત ન કરતા હો તો પણ તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

    આ ભૂલો પણ ન કરો - આ વ્રત કરતી વખતે તમારા મનમાં કોઈના વિશે ખરાબ વિચારો ન રાખવા જોઈએ. આ દિવસે વિખવાદ, ઈર્ષા, વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ. તેમજ બેડ પર સૂવાના બદલે જમીન પર આરામ કરવો જોઈએ.
    First published:

    Tags: Astrology, Dharm, Nirjala Ekadashi 2022

    આગામી સમાચાર