News18 Tech & Auto Awards 2019: S-Pressoએ જીત્યો હેચબેક ઑફ ધ યરનો ઍવોર્ડ

News18 Gujarati
Updated: December 10, 2019, 11:10 PM IST
News18 Tech & Auto Awards 2019: S-Pressoએ જીત્યો હેચબેક ઑફ ધ યરનો ઍવોર્ડ
ઍવોર્ડ શો માં રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડા મુખ્ય સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા

News18.comનો ટેક એન્ડ ઑટો ઍવોર્ડ શો દિલ્હીમાં યોજાયો, ઍવોર્ડ શો માં રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડા મુખ્ય સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા

  • Share this:
નવી દિલ્હી : ન્યૂઝ18. કોમ (news18.com)નો ટેક એન્ડ ઑટો ઍવોર્ડ શો દિલ્હીમાં યોજાયો હતો. આ શો માં ટેકનોલોજી અને ઑટો ઇન્ડસ્ટ્રીની દુનિયામાં ધૂમ મચાવનાર પ્રોડક્ટ્સ અને ઇનોવેશવને ઍવોર્ડ અપાયા હતા. આ વર્ષે ઍવોર્ડ શો ની બે થીમ સસ્ટેનેબલ મોબિલિટી અને સાઇબર સિક્યોરિટી હતી. ઍવોર્ડ શો માં રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ મુખ્ય સ્પીકર તરીકે ‘India's Next Battlefield Would Be Cyberspace’ પર પોતાની વાત રાખી હતી. શો માં ગેસ્ટ ઓફ ઑનરના રુપમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. હર્ષવર્ધને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. અટલ જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાયન્સ પ્રત્યે યોગદાનને યાદ કરતા ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે પીએમ મોદીના અંતર્ગત સ્ટાર્ટ અપ મુવમેન્ટ ઘણું મજબુત બન્યું છે. આપણને આપણા પ્રધાનમંત્રીના સપના (ભારતમાં સાયન્સ ઘણું આગળ વધશે)નો અહેસાસ થશે. ભારતના વૈજ્ઞાનિકો પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે.

રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે સાઇબરસ્પેસ યુદ્ધનું મેદાન બની ચુક્યું છે. દુનિયા માટે મોટી તબાહી મચાવાર હથિયારો અને આતંકવાદથી મોટો ખતરો સાઇબરસ્પેસ છે.

કોને-કોને મળ્યા ઍવોર્ડ્સ

- Asus ROG Phone II ને મળ્યો ગેમિંગ ફોન ઑફ ધ યરનો ઍવોર્ડ
- હોન્ડાની પ્રીમિયમ સિડાન કાર Honda Civic એ જીત્યો ડિઝાઈન ઑફ ધ યરનો ઍવોર્ડ- Alienware Area 51m ને મળ્યો ગેમિંગ લેપટોપ ઑફ ધ યરનો ઍવોર્ડ
- BMW X7 એ જીત્યો લક્ઝરી કાર ઑફ ધ યરનો ઍવોર્ડ
- Xiaomi Redmi Note 8 Pro એ જીત્યો બજેટ ફોન ઑફ ધ યરનો ઍવોર્ડ
- Royal Enfield Interceptor 650 ને મળ્યો ટૂ-વ્હીલર ઑફ ધ યરનો ઍવોર્ડ
- HP Spectre X360 13 ને મળ્યો કંપ્યૂટિંગ ડિવાઇસ ઑફ ધ યરનો ઍવોર્ડ
- Maruti Suzuki S-Presso એ જીત્યો હેચબેક ઑફ ધ યરનો ઍવોર્ડ
- RealMe XT ને મળ્યો Viewers choice કેમેરા ફોન ઑફ ધ યરનો ઍવોર્ડ
- Honor 20 ને મળ્યો Viewers choice બેસ્ટ પર્ફોમન્સ ફોન ઑફ ધ યરનો ઍવોર્ડ
- Hyundai Venue એ જીત્યો Viewers Choice Car ઑફ ધ યરનો ઍવોર્ડ
- Triumph Speed Twin wins જીત્યો બેસ્ટ પ્રીમિયર ટૂ-વ્હીલર ઑફ ધ યરનો ઍવોર્ડ
- Apple iPhone 11 Pro જીત્યો કેમેરા ફોન ઑફ ધ યરનો ઍવોર્ડ
- Porsche 11 ને મળ્યો પર્ફોમન્સ કાર ઑફ ધ યરનો ઍવોર્ડ
- Samsung Galaxy Fold ને મળ્યો ગેજેટ ઑફ ધ યરનો ઍવોર્ડ
- Kia Seltosએ જીત્યો SUV/MPV ઑફ ધ યરનો ઍવોર્ડ
- Sony Bravia A9G ને મળ્યો સ્માર્ટ ટીવી ઑફ ધ યરનો ઍવોર્ડ
- Samsung Galaxy Note 10+ ને મળ્યો સ્માર્ટફોન ઑફ ધ યરનો ઍવોર્ડ
- Hyundai Kona એ જીત્યો ઇલેક્ટ્રીક વ્હીકલ ઑફ ધ યરનો ઍવોર્ડ
First published: December 10, 2019
વધુ વાંચો
अगली ख़बर