Home /News /tech /Google એ વર્ષ 2021ના છેલ્લા દિવસને ઉજવવા બનાવ્યું ખાસ Doodle

Google એ વર્ષ 2021ના છેલ્લા દિવસને ઉજવવા બનાવ્યું ખાસ Doodle

ફાઈલ તસવીર

google doodle - ગૂગલ દ્વારા ખાસ ડૂડલ તૈયાર કરવામાં આવે છે

આજે 2021નો છેલ્લો દિવસ છે. નવા વર્ષના પ્રથમ દિવસે ગૂગલે (Google) આવતા વર્ષ 2022 (New Year 2022) ની તૈયારી માટે ફેસ્ટિવલ ડૂડલ (Doodle) બનાવ્યું છે. જેમાં ઘણી બધી કેન્ડી, કોન્ફેટ્ટી અને જેકલાઇટ જોવા છે. ગૂગલ (Google)એ ગુરુવારે રાત્રે 12 વાગ્યાની સાથે જ આ ખાસ ડૂડલને તેના હોમપેજ પર લાઇવ કર્યું હતું. ડૂડલમાં 31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ બતાવવામાં આવ્યો છે. આમ તો દર વર્ષે ગૂગલ દ્વારા ખાસ ડૂડલ તૈયાર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષનું ડૂડલ સાધારણ ડૂડલ પણ લોકોને ગમી રહ્યું છે.

ગૂગલ આ ફેસ્ટિવ ડૂડલ સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર

તમામ ગૂગલ વપરાશકર્તાઓ ઘણા બધા સ્પાર્કલ્સ, કેન્ડી અને જેકલાઇટ સાથે નવા વર્ષમાં પગ મૂકશે કારણ કે તે બધું સર્ચ એન્જિનનું નવું વર્ષ ડૂડલ (New Year Doodle) છે. ગૂગલે નવા વર્ષની ઉજવણી નિમિત્તે શુક્રવારે (31 december) ડૂડલ બહાર પાડ્યું હતું. 12 વાગ્યે ગૂગલ ડૂડલ વૈશ્વિક સ્તરે લાઇવ થયું હતું. ગૂગલનું આ ડૂડલ ઘણું સુંદર લાગે છે.

આ પણ વાંચો - New Year 2022: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આતશબાજી સાથે થયું નવા વર્ષનું સ્વાગત, જુઓ VIDEO

Googleનો સંદેશ

આ વખતે ગૂગલ ડૂડલમાં કોઈ વિગતવાર નોંધ ન હોવાથી ગૂગલ યુઝર્સ ડૂડલની અંદર તેમની ઈચ્છા મુજબ ફેસ્ટિવ સર્ચ કરી શકે છે. ગૂગલે તેની નવી ડિઝાઇન પર લખ્યું હતું કે, "That’s a wrap for 2021 – Happy New Year’s Eve!" ઉલ્લેખનીય છે કે, આ વખતની ગૂગલ ડૂડલ ડિઝાઇન છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં થોડી સાદી છે, પરંતું તે ઇન્ટરેક્ટિવ અને પાર્ટી ફ્રેન્ડલી છે.

વર્ષ 2021 પણ કોરોના સામે લડવા વીતી ગયું છે. વર્ષના અંતે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને તબાહી મચાવી છે. તેણે ફરી એકવાર વિશ્વભરમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. આને કારણે નવા વર્ષની ઉજવણી પર પણ કેટલાક પ્રતિબંધ છે.

આ પણ વાંચો - Data Backup: Android ફોનના ડેટાનું બેકઅપ લેવાની એકદમ સરળ રીત, આટલા સ્ટેપ્સ અનુસરો

અલબત્ત પેરાલિમ્પિક્સ 2021, ઓલિમ્પિક્સ 2021 જેવી સફળ ગેમ્સ અને જળવાયુ પરિવર્તન તથા કોવિડ-19 રસીકરણ સામે વિશ્વના નેતાઓ દ્વારા સતત પ્રયાસોના કારણે 2021માં રાહત મળી છે.
First published:

Tags: Google doodle, ગૂગલ