ચોરી-છૂપાઈને નહીં જોઈ શકો સ્ટેટસ, WhatsApp લાવ્યું નવું અપડેટ

અત્યાર સુધી યૂઝર્સ એક ટ્રિક દ્વારા છુપાઈને પોતાના કોન્ટેક્ટના સ્ટેટસ જોઈ શકતા હતા

અત્યાર સુધી યૂઝર્સ એક ટ્રિક દ્વારા છુપાઈને પોતાના કોન્ટેક્ટના સ્ટેટસ જોઈ શકતા હતા

 • Share this:
  દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી ઇંસ્ટેંટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે સતત નવા ફીચર લાવે છે. કંપની કેટલાક નવા ફીચરને હાલ ટેસ્ટ કરી રહી છે જે એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સના ડાઉનલોડ માટે ઉપલબ્ધ રહેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે WhatsApp હવે Read Receipts સાથે જોડાયેલ નવું અપડેટ લાવ્યું છે. આ ફીચરના આવવાથી યૂઝર્સ છુપાઈને પોતાના કોન્ટેક્ટના વોટ્સએપ સ્ટેટસ જોઈ શકશે નહીં.

  અત્યાર સુધી યૂઝર્સ એક ટ્રિક દ્વારા છુપાઈને પોતાના કોન્ટેક્ટના સ્ટેટસ જોઈ શકતા હતા. આ માટે યૂઝર્સે Read Receipts ફીચર ઓફ કર્યા પછી સ્ટેટસ જોવાનું રહેતું હતું. તમે સ્ટેટસ જોઈ લીધું છે તેની જાણ સ્ટેટસ લગાવનારને પડતી ન હતી.  આ પણ વાંચો - WhatsAppના આ નવા ફીચરથી વધી જશે વીડિયો જોવાની મજા, આવી રીતે કરો ઉપયોગ

  હવે થયો ફેરફાર
  વોટ્સએપ સાથે જોડાયેલી જાણકારી રાખનાર વેબસાઇટ WABetaInfoએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે હવે રીડ રિસીટ ઓફ કર્યા પછી વોટ્સએપ સ્ટેટસ તો જોવા મળે છે પણ તેને ઓન કરતા જ સ્ટેટસ લગાવનારને ખબર પડી જશે કે યૂઝર્સે સ્ટેટસ જોઈ લીધું છે. જોકે તમે સ્ટેટસના ખતમ થવા સુધી (24 કલાક) Read Receipts ઓફ જ રાખો તો સેંડરને ખબર પડશે નહીં.
  Published by:Ashish Goyal
  First published: