Home /News /tech /લ્યો બસ! Whatsapp માં જે જોઈતા હતા એ બધા જ ફીચર્સ એક સાથે આવી ગયા, તો થઈ જાવ શરૂ

લ્યો બસ! Whatsapp માં જે જોઈતા હતા એ બધા જ ફીચર્સ એક સાથે આવી ગયા, તો થઈ જાવ શરૂ

WhatsApp Down

New WhatsApp features: વોટ્સએપ લઈને આવી રહ્યું છે કેટલાક એવા નવા ફીચર્સ જે જોઈને તમને થશે કે વાહ! આ તો કામ થઈ ગયું

WhatsApp upcoming features : WhatsApp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન્સમાંની એક છે. આવનારા સમયમાં આ એપ પર ઘણા નવા ફીચર્સ રજૂ કરવામાં આવનાર છે. ઘણા ફીચર્સની યુઝર્સ ઘણી રાહ જોઈ રહ્યા હતા. નવા ફીચર્સમાં WhatsApp પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનથી લઈને મોકલેલા મેસેજને એડિટ કરવાના વિકલ્પ સુધીના ફેરફાર જોવા મળશે. આ બધા જ ફીચર્સની યુઝર્સમાં માંગ હતી. ત્યારે આગામી દિવસોમાં WhatsApp પર તમારા માટે શું નવું આવી રહયું છે તે અંગે અહી જાણકારી અપાઈ છે.

WhatsApp પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન

WhatsApp તેના યુઝર્સ માટે નવો WhatsApp પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવા જઈ રહ્યું છે, જે ખાસ કરીને WhatsApp બિઝનેસ માટે છે. આ સુવિધા વ્યવસાયોને અદ્યતન પેઇડ સર્વિસીસને ઍક્સેસ કરવાનો ચાન્સ આપશે અને હાલમાં બીટા યુઝર્સ દ્વારા તેનું પરીક્ષણ થયું છે.

યુઝર્સ આ ફીચરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સૌથી સારી બાબત એ છે કે આ ફીચરની મદદથી વ્યુ વન્સ ફીચરમાં શેર કરેલા ફોટો અને વિડીયોના સ્ક્રીનશોટ લઇ શકાશે નહીં. આ ફીચર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ડોક્યુમેન્ટ્સ શેર થશે

WhatsApp પર તમે ચેટમાં કેપ્શન સાથે ઇમેજ, વીડિયો અને GIF શેર કરી શકો છો, પરંતુ ડોક્યુમેન્ટ્સ શેર થતાં નહોતા. આવનારા સમયમાં કેપ્શન સાથે ડોક્યુમેન્ટ્સ મોકલી શકાશે. ઉપરાંત, યુઝર્સ જે રીતે સર્ચ ઓપ્શન વડે ચેટમાં મેસેજ શોધી શકે છે તે રીતે હવે તેઓ ડોક્યુમેન્ટ્સ પણ સર્ચ કરી શકશે.

આ પણ વાંચો: સ્વિગી ડિલિવરી બોયનો હ્યદયસ્પર્શી વિડીયો, અનેક ફ્સાયેલ લોકોને કરી મદદ

ગ્રુપના પાર્ટિસિપન્ટની મર્યાદા વધારીને 1024

અત્યારે વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ 512 મેમ્બર એડ કરી શકાય છે, પરંતુ હવે વોટ્સએપ ફરી એકવાર ગ્રુપની પાર્ટિસિપન્ટ લિમિટ વધારવા જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં વોટ્સએપ ગ્રુપના પાર્ટિસિપન્ટની મર્યાદા વધારીને 1024 મેમ્બર કરવામાં આવશે.



WABetaInfo અનુસાર, WhatsApp પર અન્ય એક નવું ફીચર આવી રહ્યું છે, જે ટ્વિટરના એડિટ બટન ફીચર જેવું જ હશે. મતલબ કે યુઝર્સ મેસેજ મોકલ્યાની 15 મિનિટની અંદર એડિટ કરી શકશે. જોકે, યુઝર આવું કેટલા સમયમાં કરી શકશે તેની કોઈ જાણકારી નથી.
First published:

Tags: Gujarati tech news, Messenger, Social media, Tech, Whats App, Whatsapp feature