Home /News /tech /દુનિયાનો પહેલો અંડર ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સ્માર્ટફોન બનશે Vivo X20!

દુનિયાનો પહેલો અંડર ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સ્માર્ટફોન બનશે Vivo X20!

અત્યાર સુધી મેનસ્ટ્રીમમાં દુનિયામાં કોઈપણ એવો સ્માર્ટફોન નથી. જેમાં ડિસ્પલેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું હોય. હાલમાં જ રિપોર્ટ આવ્યો છે કે, સ્માર્ટફો મેકર વીવો પહેલી કંપની હશે જે અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળો સ્માર્ટફોન લોન્ચ કરશે.

ચીની સર્ટિફિકેશન વેબસાઈટ પર Vivo X20 Plus વેરિએન્ટ લિસ્ટ કરવામાં આવ્યો છે. અહી Vivo X20 Plus UDને અંડર ડિસ્પલે બતાવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીવો ટૂંક સમયમાં જ આ સ્માર્ટફોનને લોન્ચ કરવાનો છે. જોકે એવું પણ હોઈ શકે છે કે, UDનો અર્થ બીજું પણ કંઈ હોઈ શકે છે.

રિપોર્ટ અનુસાર 3C સર્ટિફિકેશનની વેજસાઈટ પર આને BK 1124 મોર્ડલ નંબરથી લિસ્ટ કરવામાં આવ્યો છે. આપેલી જાણકારી અનુસાર આ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને આમાં 4G LTE ક્નેક્ટિવિટી આપવામાં આવી છે. જોકે, હાલમાં આના અન્ય સ્પેશિફિકેસન વિશે જાણકારી આપવામાં આવી નથી, પરંતુ આ સ્માર્ટફોન હાઈ એન્ડ જ હશે.

કન્સ્યૂમર ઇલેક્ટ્રોનિક શો 2018 આવતા કેટલાક દિવસોમાં શરૂ થઈ રહ્યો છે અને કંપની આ દરમિયાન અંડર ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળો સ્માર્ટફોન રજૂ કરી શકે છે.

મૂરહે઼, જેમને ડિસ્પલેની અંદર આપવામાં આવનાર ફિંગરપ્રિન્ટનો અનુભવ કર્યો છે, તેમનું કહેવું છે કે, આ ટેકનોલોજી ખુબ જ ફાસ્ટ અને સરળ છે. ધ વર્જની એક રિપોર્ટ અનુસાર સિમેપ્ટિક કંપનીનો દાવો છે કે, ડિસ્પલેની અંદર આપવામાં આવેલ ફિંગરપ્રિન્ટ સ્કેનર iPhone Xમાં આપવામાં આવેલ 3D ફેશિયલ રિકોગ્નિશન ફિચર બેગણો ફાસ્ટ છે.
First published:

Tags: Technology news, Vivo

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन