Home /News /tech /25 ઓક્ટોબરે રોલઆઉટ થઈ શકે છે iOS 15.1, જેમાં તમને મળશે અનેક નવા ફીચર્સ- વિગતો વાંચો

25 ઓક્ટોબરે રોલઆઉટ થઈ શકે છે iOS 15.1, જેમાં તમને મળશે અનેક નવા ફીચર્સ- વિગતો વાંચો

iOS 15.1માં ઘણા નવા ફીચર્સ હશે.

iOS 15.1 release date: લીક થયેલા ઈમેઈલને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે iOS 15.1 અને iPadOS 15.1 25 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

મુંબઈ: હાલમાં તમે આઈફોનમાં iOS 15નો ઉપયોગ કરી રહ્યાં હશો, પણ હવે ટૂંક જ સમયમાં iOS 15.1 તમારા આઈફોન સુધી પહોંચવા માટે તૈયાર છે. આ સપ્તાહની શરુઆતમાં જ એપલે iOS 15 અને iPadOS 15માં કેટલાક બગ્સ અને બંને OSની સુરક્ષામાં રહેલી ખામી માટે મહત્ત્વની અપડેટ આપી હતી. હવે પ્રાપ્ત રિપોર્ટસ દ્વારા માહિતી મળી રહી છે કે આઈફોન (iPhones), આઈપોડ ટચ (iPod touch) અને આઈપેડ (iPads) માટે iOS 15.1ની અપડેટ આપવામાં આવશે.

અપડેટ માત્ર 0.1ની હશે તે છતાં આ અપડેટને કારણે iOSના યૂઝર એક્સપિરિયન્સમાં ઘણા સુધાર અને મહત્ત્વનાં ફીચર એડ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર આ ફીચરમાં હેડલાઈન શેરપ્લે (SharePlay)ની સાથે કેમરામાં પણ મલ્ટીપલ ફીચર અને સુધારા સામેલ કરવામાં આવ્યા છે.

GSMArenaના રિપોર્ટ અનુસાર ટ્વિટર યૂઝર @RobertCFOએ એપલ પ્રોડક્ટ સિક્યુરિટી ટીમ તરફથી રિલીઝ ડેટની તારીખ પણ સુનિશ્ચિત કરી છે. લીક થયેલા ઈમેઈલને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે iOS 15.1 અને iPadOS 15.1 25 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ લીક ઈ-મેઈલને ટ્વિટર પર શેર કર્યા બાદ તેને રીમુવ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રિલીઝના એક અઠવાડિયા બાદ એપલની એક અનલીશ્ડ (Unleashed) ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં M1X-powered MacBook Pro લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

iOS 15.1નાં કેવા હશે ફીચર

iOS 15.1નાં બીટા વર્ઝન સાથે જોડાયેલા કેટલાક ફીચર્સ વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે, તેમાં શેરપ્લે (SharePlay) ફીચરની વાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ શેરપ્લે (SharePlay) ફીચર iOS 15 સાથે લેન્ડ કરવાનું હતું પણ કોઈ કારણસર તેમ ન થઈ શકતા હવે iOS 15.1 સાથે આ ફીચરને હેડલાઈન ફીચર રુપે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ શેરપ્લે ફીચરની મદદથી તમે ફેસટાઈમના માધ્યમથી કોઈ પણ કોન્ટેન્ટનું સ્ટ્રીમિંગ જોઈ અને સાંભળી શકશો, આ ફીચરમાં તમામ પાર્ટીસીપન્ટ્સ માટે કોન્ટેંટ સીંક રહેશે સાથે જ આમાં સ્ક્રીન શેરિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ProRes

iOS 15.1માં એક થી વધુ વિશેષતાઓ જોવા મળશે, જેમાં ProRes પણ એક છે. આ ફીચર આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ માટે વિશેષ છે. જોકે, મળતી માહિતી અનુસાર આ ફીચરનો હાલ વ્યાપક રીતે ઉપયોગ નહીં કરી શકાય.

આ એક વીડિયો રેકોર્ડિંગ ફોર્મેટ છે. આ પ્રથમ વખત હશે કે જ્યારે કોઈ સ્માર્ટફોન ફોર્મેટમાં રેકોર્ડ કરવા માટે સક્ષમ હશે. આ ફીચર ખાસ દ્રષ્ટીહીન લોકો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જો કે આ એક સિમીત ફીચર છે.

ProRes ફાઈલ્સ સિસ્ટમમાં વધારે જગ્યા રોકતી હોવાને કારણે તે 1080pમાં 30fps સુધી જ સિમીત છે. જો તમે 128GB વેરિએંટ છે તો અન્ય મોડેલ્સની સરખામણીમાં ProRes 30fps પર 4k ક્વાલિટીનો તમને લાભ મળશે.

Auto Macro toggle

આ અપડેટમાં એક નાનો કેમરા ફીચર પણ સામેલ કરવામાં આવી રહ્યો છે, જે iPhone 13 Pro અને iPhone 13 Pro Maxમાં ઉપલબ્ધ મેક્રો મોડને ડિસેબલ કરવા માટે ઉપયોગી થશે. હાલ લેંસ મોક્રો મોડને પાવર આપે છે અને માત્ર 2 સેમી દુરથી જ ફોકસ કરી શકે છે, તેથી જ્યારે તમે કોઈ વસ્તુની નજીક પહોંચો છો તો ફોનમાં જાતે જ અલ્ટ્રા વાઈડ લેન્સ સ્વીચ થઈ જાય છે.

આ પણ વાંચો: ખૂબ ઓછી કિંમતમાં મળી રહી છે આ દમદાર Smartwatch, ચેક કરી શકશે હાર્ટ રેટ

મોટાભાગનાં લોકો આ લેન્સને સારો માને છે પણ ઘણીબઘી વખત જ્યારે તમારે કોઈ અલગ લેન્સનો ઉપયોગ કરવો હોય તો તેમાં તકલીફ આવે છે પણ આ અપડેટ બાદ અલગ લેન્સ વાપરવા માટે તમે ઓટે મેક્રોને ડિસેબલ કરી શકો છો.

Lossless audio and Dolby Atmos

જ્યારે પણ તમે iOS 15.1ને હોમપોડ 15.1 સાથે વાપરશો તો iOS 15.1 તમે આ હોમપોડના માઘ્યમથી લોસલેસ ઓડિયો અને ડૉલ્બી એટોમસનો ઉપયોગ કરી શકશો. Spatial ઓડિયોનાં માધ્યમથી આવું કરવું શક્ય બનશે. જણાવી દઈએ કે એપલનાં અન્ય ડિવાઈસ પર આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે.

Covid-19 વેક્સિનેશન રેકોર્ડ

iOS 15.1 દ્વારા યુઝર્સ હેલ્થ એપમાં કોવિડ-19નાં રસીકરણ અંગેની વિગતો પણ રાખી શકશે. આ હેલ્થ વોલેટમાં એક ક્યૂઆર કોડ સામેલ હશે, જે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા સ્કેન કરી શકાશે. આ એપના માધ્યમથી જરૂરિયાતનાં સમયે વેક્સિનેશનની જાણકારી તમે સરળતાથી પ્રદાન કરી શકશો.

આ પણ વાંચો: દેશની સૌથી સુરક્ષિત કાર 'ટાટા પંચની' કિંમતનો ખુલાસો

એપલ વોચ દ્વારા અનલોક

તમામ સુવિધાઓની સાથે iOS 15.1માં બગ ફિક્સની સુવિધા પણ સામેલ છે. કેટલાક યુઝર્સ વોચ સાથે અનલોક સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી, ખાસ કરીને માસ્ક પહેર્યો હોય તેવા સમયે ફેસ આઈડીનો ઉપયોગ કરી શકાતો નથી. iOS 15.1ની અપડેટમાં આ બગ પણ દૂર કરવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા iOS 15.0.2 અને iPadOS 15.0.2માં અપડેટ આપ્યા બાદ સિક્યુરિટી લુપહોલ જોવા મળ્યાં, જેમાં મેસેજમાંથી સેવ કર્યા બાદ લાઈબ્રેરીમાંથી ફોટો ડિસઅપિયર થવાનો બગ સામે આવ્યો હતો સાથે ફાઈન્ડ માય ફ્રેન્ડ ફીચર દ્વારા હેકરને ડિવાઈસ એક્સેસ મળી જતો હોવાના બગ પણ જોવા મળ્યા હતા. Apple watch OS 8.0.1માં પણ કેટલાક બગ જોવા મળ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, IOS, IPhone, સ્માર્ટફોન

विज्ञापन
विज्ञापन