ગૂગલ પિક્સલ 5 અને 4 (Google Pixel 5 and 4)ને જીબોર્ડમાં (Gboard) વોઈસ ટાઇપિંગ (Voice Typing) સુવિધામાં એક નવું અપડેટ (New Update) આવ્યું છે. આમાં યુઝર્સને તેનો ઉપયોગ કરવાનો નવો અનુભવ મળશે. યુઝર્સને આ સુવિધા ખૂબ જ ટુંક સમયમાં જીબોર્ડમાં મળશે. રિપોર્ટ અનુસાર, વોઈસ ટાઇપિંગમાં સારામાં સારૂ કામ કરવા માટે કંપનીએ તેને અપડેટ કર્યું છે. નવા અપડેટ પછી, જ્યારે યુઝર્સ જીબોર્ડ ખોલશે, તો હવે મોબાઇલ આઈકન પર એક નવું આઈકન દેખાશે. રિપોર્ટ પ્રમાણે નવા અપડેટ બાદ યુઝર્સ ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા આપવામાં આવેલા વોઈસ કમાન્ડ્સ સાથે વોઈસ ટાઇપિંગનો વધુ સારો અનુભવ કરશે.
યુઝર્સનો સમય બચશે
રિપોર્ટ અનુસાર, જીબોર્ડમાં નવા અપડેટની સાથે, યુઝર્સ ટેક્સ્ટ મેસેજિંગમાં મહત્તમ સમય બચાવી શકશે. સાથે તમને લખાણ માટે ટાઇપ કરવાની મુશ્કેલીમાંથી સ્વતંત્રતા મળશે. નવા અપડેટ મુજબ, યુઝર્સ માત્ર ટેક્સ્ટને જ ડિરેક્ટ કરી શકશે નહીં, પરંતુ વોઇસ આદેશ દ્વારા આખો મેસેજ ડિલીટ પણ કરી શકશે.
જ્વેલરી ઉપરાંત Goldમાં આ રીતે રોકાણ કરો, દર વર્ષે થશે મોટો ફાયદો
યુઝર્સ માટે નવા અપડેટ્સમાં ઘણા વિકલ્પો
નવા અપડેટ પછી, યુઝર્સ પાસે જીબોર્ડમાં ઘણા વિકલ્પો હશે. યુઝર્સ એપ્લિકેશનના સેટિંગ્સ પર જઈને આ વિકલ્પો પસંદ કરી શકે છે. આ વિકલ્પો બધા યુઝર્સના અનુભવને સુધારવા માટે મૂકવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ડિક્ટેટિંગ કરતી વખતે વિરામચિહ્નો ઉમેરવા માટે એક નવું ઓટો વિરામચિહ્ન વિકલ્પ ઉપલબ્ધ થશે. આના માટે યુઝર્સ તેને અલગથી ટાઇપ કરવાની જરૂર રહેશે નહીં.
પત્નીનું ATM કાર્ડ ઉપયોગ કરતા પહેલા થઈ જાઓ સાવધાન, જાણીલો આ જરૂરી નિયમ, નહીં તો થશે મુશ્કે
ઝડપી વોઇસ ટાઇપ કરવાનું નવું અપડેટ
જીબોર્ડના જૂના વર્ઝનમાં, યુઝર્સે આ ચિહ્નો જાતે લખાણ મેસેજમાં લખવાના હતા. રિપોર્ટ અનુસાર, નવા અપડેટ પછી આ ફંક્શન જીબોર્ડમાં સારી રીતે કામ કરશે. આ સિવાય આ નવો વિકલ્પ ગયા વર્ષના 'ફાસ્ટ વોઈસ ટાઇપિંગ' સાથે પણ મેળ ખાય છે, જે offline મોડ પર ડાઉનલોડ થાય છે અને તે સારી રીતે કાર્ય પણ કરે છે.
તમને જણાવની દઈએ કે, ગૂગલ આસિસ્ટન્ટ અને Auto પંક્ચુએસન આ નવા અપડેટની ઓફર કરી રહ્યાં છે, જેનો ઉપયોગ હાલમાં ફક્ત ગુગલ પિક્સલ 5 અને પિક્સલ 4/4a જીબોર્ડમાં થઈ શકે છે. કારણ કે તેમાં નવું જીબોર્ડ બીટા (વર્ઝન 10.0+) છે.