Home /News /tech /Mahindra Scorpio N: આ 7 દમદાર ફીચર્સ સાથે થઈ રહી છે SUVની એન્ટ્રી! જાણો કેટલો બદલાશે ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ

Mahindra Scorpio N: આ 7 દમદાર ફીચર્સ સાથે થઈ રહી છે SUVની એન્ટ્રી! જાણો કેટલો બદલાશે ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ

Mahindra Scorpio N એસયુવી આગામી 27 જૂને લોન્ચ થશે.

Mahindra Scorpio Nની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. હવે કંપનીએ તેની તસવીરો જારી કરી છે જેમાં આ એસયુવીથી જોડાયેલા ફીચર્સ સામે આવ્યા છે. કંપની આ એસયુવીને આગામી 27 જૂને રજૂ કરશે.

Mahindra Scorpio N Features: Mahindra Scorpio N નેક્સ્ટ જનરેશન મોડલ પરથી પડદો ઊઠી ગયો છે. કંપનીએ હાલમાં જ આ અપકમિંગ એસયુવીની તસ્વીરો અને ડિટેલ્સ શેર કરી છે. ન્યુ જેન-મોડલને ‘Scorpio N’ નામ આપવામાં આવ્યું છે. જ્યારે હાલનું મોડલ પણ ‘સ્કોર્પિયો ક્લાસિક’ નામથી વેચવામાં આવશે. નવી SUVને એક નવા બોડી-ઓન-ફ્રેમ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે અને તે ઘણી નવી ખાસિયતો સાથે આવી રહી છે. અહીં અમે કેટલાક મુખ્ય ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ, જે નવી-જેન સ્કોર્પિયોમાં જોડાવાની શક્યતા છે.

1. ફોર-વ્હીલ ડ્રાઇવ: કંપનીએ હાલમાં જ પુષ્ટિ કરી છે કે નવી સ્કોર્પિયો-એનને ફોર વ્હીલ (4X4) ફંક્શન સાથે રજૂ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ ફીચરને વિકલ્પ તરીકે સામેલ કરવામાં આવશે. એ તથ્યને જોતાં કે સ્કોર્પિયો-એન એક ઓફ-રોડ-ફ્રેન્ડલી વાહન તરીકે રજૂ કરવામાં આવશે, તેનું ફોર વ્હીલ વેરિયન્ટ લોકપ્રિય થઈ શકે છે.

આ પણ વાંચો: લૉન્ચ થતા જ આ Electric Carને મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ, 4 મહિનાથી વધુનું વેઇટિંગ જોવા મળ્યું

2. નવો લોગો- કંપનીએ હાલમાં જ તેની નવી SUV XUV700 માર્કેટમાં રજૂ કરી હતી, આ SUVને માર્કેટમાં લોન્ચ કરવાની સાથે કંપનીએ તેનો નવો લોગો પણ બહાર પાડ્યો હતો અને તેનો XUV700માં સારો ઉપયોગ થયો હતો. નવી સ્કોર્પિયો કંપની દ્વારા રજૂ કરવામાં આવનાર બીજું વાહન હશે જેમાં આ લોગોનો ઉપયોગ કરવામાં આવશે.

3. ડ્યુઅલ LED પ્રોજેક્ટર: કંપની દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી તસવીરો અનુસાર, કંપની નવી Scorpio-N માં ડ્યુઅલ LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સનો ઉપયોગ કરશે. આ મોડલમાં સ્ટાઇલિશ લુકિંગ ડ્યુઅલ એલઇડી પ્રોજેક્ટર યુનિટ હશે જે તેને સ્પોર્ટી અને મોડર્ન લુક આપશે.

4. ડાયનેમિક ટર્ન ઈન્ડિકેટર્સઃ આ ફીચરની પુષ્ટિ તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝર વીડિયો દ્વારા પણ કરવામાં આવી છે, મીડિયા રિપોર્ટ્સમાં પણ એવો દાવો છે કે કંપની નવી સ્કોર્પિયો-એનમાં ડાયનેમિક ટર્ન ઈન્ડિકેટર્સ આપશે.

આ પણ વાંચો: ઉનાળામાં કારથી લૉન્ગ ટ્રિપ પર નીકળતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર થઈ જશે મુસીબત!

5. ફુલી ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે: નવી સ્કોર્પિયો-એનનું ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સંપૂર્ણપણે ડિજિટલ હશે, જેની પુષ્ટિ તસવીરોમાં કરવામાં આવી છે. તે હાલના યુનિટ કરતાં મોટું હશે. આ ઉપરાંત, 6-સ્પીડ મેન્યુઅલ સાથે મહિન્દ્રાની સ્કોર્પિયો-એન 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન યુનિટથી પણ સજ્જ હશે.

6. ડ્રાઇવિંગ મોડ્સ: મોડર્ન એજની સ્કોર્પિયો-એનમાં ઘણાં બધા ડ્રાઇવિંગ મોડ્સ હશે. નવા મોડ કારના ઈન્ટિરિયરને વધુ આધુનિક બનાવશે. આ ઉપરાંત, SUVને ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ પણ મળશે, જે કારમાં મુખ્યત્વે ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સેટિંગ્સને કંટ્રોલ કરશે, જે મલ્ટી-ફંક્શન બટનો સાથે આવશે.

7. સનરૂફ: કંપની નવી સ્કોર્પિયો-એનમાં સનરૂફ પણ આપી રહી છે. આ ઉપરાંત, SUVમાં 360-ડિગ્રી કેમેરા પણ હોવાની અપેક્ષા છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો, આ SUVમાં ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ક્રૂઝ કંટ્રોલ અને પ્રીમિયમ સરાઉન્ડ સિસ્ટમ જેવા અન્ય ફીચર્સ પણ આપવામાં આવે તેવી શક્યતા છે.
First published:

Tags: Mahindra, Mahindra Scorpio, Mahindra XUV700