નવા અવતારમાં આજે સાંજે 5 વાગ્યે લોન્ચ થશે Mahindra Scorpio, જુઓ તેના ફીચર્સ અને કિંમત
નવા અવતારમાં આજે સાંજે 5 વાગ્યે લોન્ચ થશે Mahindra Scorpio, જુઓ તેના ફીચર્સ અને કિંમત
નવા અવતારમાં આજે લોન્ચ થશે Mahindra Scorpio
Mahindra Scorpio Price: N મતલબ શું છે?- મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ નવી સ્કોર્પિયો કારનો એક વિડીયો જાહેર કર્યો હતો. તેમણે આ નવી સ્કોર્પિયો Nને બંધ પાંજરામાં એક જાનવર તરીકે દર્શાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જાનવર પાંજરામાંથી બહાર આવશે.
Mahindra Scorpio: ગામડાથી લઈને શહેર સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)ની નવી SUVની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આજે મહિન્દ્રા સ્કોર્પિયો N લોન્ચ થઈ રહી છે (Mahindra Scorpio-N Launch). આજે બપોર સુધીમાં આ કારની કિંમત પણ જાણવા મળી જશે. આ ગાડીની તમામ ડિટેલ જાહેર કરી દેવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં જે પણ SUV આવી છે, આ SUV તે તમામ SUV કરતા ચઢિયાતી છે. #BigDaddyOfSUVs
નવી સ્કોર્પિયોમાં આ 5 ટ્રિમ્સ હશે- આ SUV સાથે જોડાયેલ તમામ માહિતી વિશે લોકો પહેલેથી જ માહિતગાર છે. મહિન્દ્રાની આ SUV 5 ટ્રિમ્સ Z2, Z4, Z6, Z8 અને Z8Lમાં લોન્ચ થશે. આ કારની શરૂઆતની કિંમત રૂ. 12 લાખ હોઈ શકે છે.
કઈ ગાડીઓને આપશે ટક્કર- આ કાર લોન્ચ થતા પહેલા જ લોકો New Mahindra Scorpio N જોવા માટે ખૂબ જ આતુર છે. આ કાર Tata Harrier, Tata Safari, Hyundai Creta અને Hyundai Alcazarને જબરદસ્ત ટક્કર આપશે. કંપની નવી સ્કોર્પિયો કારથી માર્કેટમાં મિડ રેન્જની SUV સ્પેસ કવર કરવા અને લોકોને લક્ઝરી કાર જેવા ફીચર્સ આપવા ઈચ્છે છે. આ કાર લોકો માટે Toyota Fortunerનો અફોર્ડેબલ ઓપ્શન બની શકે છે.
સ્કોર્પિયોમાં કયા કયા ફીચર હશે- ડિઝાઈન મામલે નવી મહિન્દ્રા સ્કોર્પિયો જૂની મહિન્દ્રા સ્કોર્પિયોથી ખૂબ જ અલગ અને શાનદાર હશે. આ કારના ફ્રન્ટ લુકને અગાઉ કરતા સ્પોર્ટી ટચ આપવામાં આવ્યો છે. DRL અને હેડલેમ્પ પાસે ક્રોમ ફિનિશ છે અને તેની ગ્રિલ ડિઝાઈન સાથે બદલી દેવામાં આવી છે. કારના ફ્રન્ટ અને રીયર બંપરને પણ નવો લુક આપવામાં આવ્યો છે.
સાઈડથી જોવા પર આ કારનો લુક મસલ્ડ જોવા મળે છે, આ કારની ડિઝાઈન એલિમેન્ટ સ્વિમરની બોડીથી ઈન્સ્પાયર જોવા મળે છે. બેક સાઈડમાં LED લાઈટ પણ હશે, તેની ઉપરની બાજુ પણ બ્રેક લાઈટ લગાવવામાં આવી છે. તેના વ્હીલ પણ એલોય હશે અને તેની ડિઝાઈન પણ નવી હશે.
સાઈઝની રીતે જોવા જઈએ તો નવી સ્કોર્પિયો કાર ખૂબ જ સ્પેશિયસ ગાડી છે. આ કાર જોવામાં ખૂબ મોટી લાગે છે. આ કારની લંબાઈ 4662mm, પહોળાઈ 1917mm, ઉંચાઈ 1849mm અને વ્હીલબેઝ 2750mm છે.
નવી સ્કોર્પિયો કારમાં ઈન્ટીરિયર પણ બદલી દેવામાં આવ્યું છે. સૌથી પહેલા આ કારમાં લોકોને સૌથી ઉચ્ચા કમાન્ડવાળી સીટ મળશે. કંપનીએ આ કારમાં પાછળની તરફ સાઈડ સીટ આપી નથી. કારની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સાઈડ સીટ આપવામાં આવી નથી. કારની કેબિન કોફી બ્લેક કલરના ડ્યુઅલ ટોન ટચ સાથે આવશે.
મહિન્દ્રાએ સૌથી પોપ્યુલર મોડલ XUV700ના તમામ એલિમેન્ટ આ કારમાં શામેલ કર્યા છે. આ કારમાં Adrenox હશે, જે આ કારને કનેક્ટેડ કાર બનાવશે. આ કારને તમે Alexa સાથે પણ કનેક્ટ કરી શકશો. મહિન્દ્રા પહેલી વાર પોતાની સ્કોર્પિયો કારમાં સનરૂફની સુવિધા પણ આપી રહી છે.
આ કારમાં પ્રીમિયમ ડ્યુઅલ ટોન ડેશબોર્ડ, એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે કનેક્ટિવિટી સાથે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ પણ હશે. ઉપરાંત આ કારમાં મોટી ઈન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન પણ હશે. આ કારમાં ચારેય તરફ મેટલ ફિનિશ આપવામાં આવ્યું છે. આ કારમાં એન્જિન સ્ટાર્ટ, સ્ટોપ બટન, હિલ હોલ્ડ આસિસ્ટ, હિલ ડિસેન્ટ આસિસ્ટ, ટ્રૈક્શન કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), મલ્ટીપલ એરબેગ્સ, રિઅર પાર્કિંગ કેમેરા જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
નવી સ્કોર્પિયો કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં આવશે. પેટ્રોલ વર્ઝનમાં આ કારમાં 2.0 લીટર mStallion 150TGDi એન્જિન હશે. જે 200bhpનો પાવર અને 320Nm પીક ટોર્ક જનરેટ કરશે. ડીઝલ વેરિએન્ટમાં 2.2 લીટરનું mHawk 130 એન્જિન હશે. આ એન્જિન 130bhp સુધી મહત્તમ પાવર અને 300Nmનો ટાર્ક જનરેટ કરશે. નવી સ્કોર્પિયો કારમાં 4X4 ડ્રાઈવ મોડની સાથે 6 સ્પીડ મેન્યુએલ અને 6 સ્પીડ ટાર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન યૂનિટ ઓપ્શન પણ આપવામાં આવશે.
N મતલબ શું છે?- મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ નવી સ્કોર્પિયો કારનો એક વિડીયો જાહેર કર્યો હતો. તેમણે આ નવી સ્કોર્પિયો Nને બંધ પાંજરામાં એક જાનવર તરીકે દર્શાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જાનવર પાંજરામાંથી બહાર આવશે.
કેટલાક ફોલોઅર્સે Nનો મતલબ પૂછ્યો હતો કે, Nનો મતલબ New અથવા Neo હોઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર