આ વર્ષે લોન્ચ થનારા નવા iPhoneમાં થશે આ ફેરફાર

News18 Gujarati
Updated: May 30, 2019, 4:34 PM IST
આ વર્ષે લોન્ચ થનારા નવા iPhoneમાં થશે આ ફેરફાર
5 જી ટેક્નોલોજી સાથે આઇફોન મોડેલ્સમાં પાછળના કેમેરા દ્વારા 3 ડી સેન્સિંગ, ફુલ-સ્ક્રીન ટચ ID અને એલજીની OLED સ્ક્રીન હશે.

5 જી ટેક્નોલોજી સાથે આઇફોન મોડેલ્સમાં પાછળના કેમેરા દ્વારા 3 ડી સેન્સિંગ, ફુલ-સ્ક્રીન ટચ ID અને એલજીની OLED સ્ક્રીન હશે.

  • Share this:
નવી દિલ્હી -આ વર્ષના આઇફોન મોડેલ્સમાં, પૂર્ણ સ્ક્રીન ટચ આઈડી સિવાય અન્ય ઘણા ફેરફારો જોવા મળશે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2019ના આઇફોન મોડેલ્સના હાઇ-એન્ડ ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે. તેમાં વધારાના ફિચર તરીકે રિયર કેમેરા લેન્સ હોઈ શકે છે. જુલાઇ-ઓગસ્ટ દરમિયાન કંપની તેના નવા મોડલોના ઉત્પાદનો વધારવા જઇ રહી છે.

મૈક રયૂમર્સ બાર્કલે એનાલિસ્ટ સાથે વાટાઘાટોના આધારે કહ્યું છે તે 5જી ટેકનોલોજી સાથે આઇફોન મોડલ્સમાં રિયર કેમેરા સાથે 3ડી સેંસિગ, ફુલ-સ્ક્રીન ટચ આઇડી અને એલજીની ઓએલઇડી સ્ક્રીન હશે.

બાર્કલે વિશ્લેષક બ્લેન કર્ટિસ અને તેમના સાથીઓએ 2019 અને 2020 માટે આઇફોન મોડલ્સ પ્રતિ તેમના અનુભવને શેર કર્યો. તેને આ વર્ષની શરુઆતમાં એશિયાની યાત્રા કરી હતી, જ્યા આઇફોન નિર્માતાની સપ્લાઇ ચેનના કેટલાક સપ્લાયર્સને મળ્યા હતા અને તેના આધાર પર તેને આ જાણકારી શેર કરી છે.અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019માં એલએલડી ડિસ્પ્લે માટે એલજી એક સેકન્ડરી સપ્લાયર બની શકે છે. 2020 પહેલા એપલ તેમના તમામ આઇફોનમાં ઓએલઇડી ડિસ્પ્લે પ્રદાન કરવા માંગે છે એટલે સેમસંગને મળનારા કુલ ઓર્ડરમાં 10થી30 ટકા ભાગ એલજીને આપવામાં આવી શકે છે.

અંદાજ મુજબ, 2019 આઇફોનમાં ફ્રોસ્ટેટ ગ્લાસ કેસિંગ, મોટી બેટરી અને એક બાયરેટરલ ચાર્જિંગ સુવિધા હશે, જે યૂઝર્સ ફોનના બેક દ્વારા એરપોડ્સ અથવા એપલ વૉચને ચાર્જ કરી શકે છે.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com