Amazon પરથી ખરીદી પડી શકે છે મોંઘી, મોબાઇલ યૂઝર્સ માટે 7 દિવસમાં બદલાશે 5 નિયમ, થશે આ અસર

પ્રતીકાત્મક તસવીર

New google Policy : ગૂગલની નવી પોલીસી ( (Google New Policy) , એમેઝોનના લોજિસ્ટિક ચાર્જમાં (Amazon Logistic Charge) વધારો સહિતના પાંચ નિયમો બદલાઈ રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી : જો તમે ઇ-કોમર્સ (E-commerce) પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પરથી ખરીદી કરી શકો છો તો તમારા માટે એક માઠા સમાચાર આવી શકે છે. એમેઝોન પર આગામી દિવસોમાં ખરીદી (Shopping) મોંઘી પડી શકે છે. એમેઝોન આગામી દિવસોમાં પોતાના લોજિસ્ટિક્સ ચાર્જમાં (Amazon Logistic Charge) વધારો કરી શકે છે જેની અસર પ્રોડક્ટના ભાવ પર પડવાના એંધાણ છે. જોકે, હજુ આ અંગે ભાવ વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગૂગલની નવી પોલીસી (New Google Policy) જાહેર થઈ રહી છે. આગામી 7 દિવસમાં 5 એવા નિયમો (Five Rules to change in seven Days) બદલાઈ રહ્યા છે જેની અસર મોબાઇલ યૂઝર્સ (Mobile users) પર તશે. જાણો શું છે આ નવા નિયમો અને તેની તમારા પર શું અસર થશે.

    ફેક કન્ટેન્ટ પ્રમોટ કરતા કેન્ટેન્ટ પર લાગશે રોક - Ban on Fake New content on Google

    ગુગલની નવી પોલીસી 1 સપ્ટેમ્બર 2021થી લાગુ થવા જઈ રહી છે. આ પોલીસ મુજબ 1 સપ્ટેમ્બરથી ફેક કન્ટેન્ટ પ્રમોટ કરતા કન્ટેન્ટ પર પ્રતિબંધ લાગશે. ગુગલે પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે ડેવલપર્સ દ્વારા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયી એપ બ્લૉક કરવામાં આવશે. તદઉપરાંત ફેકન્યૂઝ ફેલાવતા કન્ટેન્ટ પર પ્રતિબંધો મૂકાશે. ગુગલ પ્લેસ્ટોરના નિમયને 13મી સપ્ટેમ્બરથી વધુ આકરા કરશે જેના કારણે નવી સિક્યોરિટી અપડેટ મળશે. જેના કારણે તેનો ઉપયોગ પહેલાં કરતા વધુ સુરક્ષિત બનશે.

    ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મોંઘુ પડશે -Disney plus Hotstar Subscription

    ભારતમાં ઓટીટી પ્લેટફૉર્મ ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન 1 સપ્ટેમ્બરથી મોંઘું થશે. ત્યારબાદ યૂઝર્સને 399 રૂપિયાના બદલે 499 રૂપિયાનું સબ્સક્રિપ્શન ખરીદવું પડશે. આ ઉપરાંત 899ના પ્લાનમાં યૂઝર્સ બે ફોનમાં પણ આ એપ ચલાવી શકશે. આ સબ્સક્રિપ્શન પ્લાન એચડી ક્વોલિટીનો હોય છે. જોકે, જો તમારે 4 સ્ક્રિન પર આનો ઉપયોગ કરવો હોય તો 1499 રૂપિયા ચુકવવા પડશે.

    એમેઝોન પર ખરીદી પડી શકે છે મોંઘી - amazon Logistic Cost Hike

    એમેઝોન ડિઝલ અને પેટ્રોલના ભાવ વધારાના કારણે લૉજિસ્ટિક કૉસ્ટમાં વધારો કરી શકે છે. 1 સપ્ટેમ્બર 2021થી એમેઝોનનો સામાન મોંઘો થઈ શકે છે. આ સ્થિતિમાં 500 ગ્રામના પેકેટ માટે 58 રૂપિયા ચાર્જ આપવો પડે તેવી વકી છે. આ ઉપરાંત રિજનલ કોસ્ટ 36.50 રૂપિયા ચુકવવો પડી શકે છે. જોકે, હજુ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.

    ઠગાઈ કરતા પર્સનલ લોન એપ પર રોક - Ban on Cheater Loan App

    ગુગલ પ્લેસ્ટોર માટે 15 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુલ થશે. જેના અંતર્ગત લોન આપતી એપના નામે ઠગાઈ આચરતા ચીટરો પર તવાઈ બોલી જશે. અહેવાલો મુજબ આવી 100 એપ વિરુદ્ધ ગુગલ કાર્યવાહી કરશે જેના વિરુદ્ધ ફરિયાદ મળી હતી.
    Published by:Jay Mishra
    First published: