Home /News /tech /

WhatsApp લાવી રહ્યું છે આ નવા ફીચર્સ, બદલાઇ જશે ચેટિંગનો અંદાજ

WhatsApp લાવી રહ્યું છે આ નવા ફીચર્સ, બદલાઇ જશે ચેટિંગનો અંદાજ

પ્રતિકાત્મક તસવીર

મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સની સુવિધા અને સેવા માટે નવા નવા ફેરફાર કરી રહ્યું છે.

    મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સની સુવિધા અને સેવા માટે નવા નવા ફેરફાર કરી રહ્યું છે. હવે WhatsApp બે નવા ફિચર્સ લાવવા જઇ રહ્યું છે. આ ફિચર્સનું નામ Swipe to reply અને નવો ડાર્ક મોડ (New Dark Mode) છે. WhatsAppનું પહેલું અપડેટ Swipe to reply આઇઓસ ઉપર ઉપલબ્ધ છે. Swipe to reply એક સિંમ્પલ ફિચર છે. જેમાં યુઝર મોબાઇલ ઉપર આવેલું છે. મોબાઇલ આવેલા મેસેજને ડાબી બાજુ સ્વાઇપ કરીને તેનો જવાબ આપી શકે છે. આ એન્ડ્રોઇડ ફોનમાં મળી રહેલી અત્યારની સુવિધાથી ખુબ જ વધારે છે. અત્યારે એન્ડ્રોઇડ અને વ્હોટ્સએપ મેસેજનો જવાબ આપવા માટે લાંબા સમય સુધી દવાવી રાખવો પડે છે. ત્યારબાદ જવાબ આપવાનો ઓપ્શન આવે છે.

    WhatsAppમાં આવશે બે નવા ફિચર

    whatsapp હવે Swipe to reply સ્માર્ટફોનમાં પણ લાવનારા છે. WhatsApp બીજું ફિચર ડાર્ક મોડ અપડેટ છે. Twitter અને Youtube જેવા પ્લેટફોર્મ ઉપર આ ફિચર પહેલા છે. WhatsApp ઉપર આ મોડ એનાથી અલગ નહીં હોય. ડાર્ક મોડમાં પ્લેટફોર્મ ગ્રે (ભુરા) કલરનું હોય છે. આ ફિચર એ સમયે ખાસ રીતે ઉપયોગી થાય છે. જ્યારે તમે ટ્વિટર અને યુટ્યુબ ડાર્કમાં ઉપયોગ કરીએ છીએ.

    iosમાં બીટા વર્ઝનમાં આવ્યું નવું અપડેટ

    WhatsApp હવે આ ફિચર્સને પોતાના મેસેજિંગ એપમાં લાવવાનું ફોકસ કરી રહ્યો છે. જોકે, હજી આ ફિચર્સ બીટા વર્ઝન ઉપર ઉપલબ્ધ નથી. પરંતુ બીટા બિલ્ટના પસંદગી કરેલા યુઝર્સ આ ફિચર્સને જોઇ શકે છે. આ ફિચર્સ વિશે સૌથી પહેલા WaBetaInfoને રિપોર્ટ કર્યો છે. જે WhatsApp અને તેના બીટા વર્ઝન ઉપર આવનારા દરેક અપડેટ્સનો વિશ્વાસપાત્ર સ્ત્રોત છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coming, ટેકનોલોજી

    આગામી સમાચાર