Home /News /tech /

હવે facebook, instagramની સ્ટોરીઝમાં સોંગ પણ જોડી શકશો

હવે facebook, instagramની સ્ટોરીઝમાં સોંગ પણ જોડી શકશો

facebook અને instagram પર સ્ટોરીઝમાં જોડી શક્શો સોંગ

આ સુવિધા માટે ફેસબૂક ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ટી-સિરીઝ મ્યુઝિક, ઝી મ્યુઝિક કંપની અને યશ રાજ ફિલ્મ્સ સાથે ભાગીદારી કરી છે.

    ભારતમાં ફેસબૂક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) યૂઝર્સો હવે તેમની સ્ટોરીઝ સાથે સોંગ ઉમેરી શકશે. ફેસબૂકે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ તેમના શબ્દો સંગીત દ્વારા બોલી શકશે. આ માટે યૂઝર્સ સ્ટોરીઝમાં મ્યૂઝિક સ્ટીકર્સ અને બીજા ક્રિએટિવ ટૂલ્સ જેવા લિંપ સિંક લાઇવ અને ફેસબૂક પ્રોફાઇલ્સ પર સોંગનો ઉપયોગ કરીને તેમની વાત કહી શકશે.

    સ્ટોરીઝમાં યૂઝર્સ વીડિયોઝ અથવા પોસ્ટને શેર કરી શકશે, ભારતમાં મ્યૂઝિક પ્રોડક્ટ આવ્યાં બાદ જ યૂઝર્સ તેમની સ્ટોરીઝમાં નવી ફિલ્મના સોંગને જોડી શકે છે. આ વર્ષની શરુઆતમાં ફેસબૂક ઇન્ડિયાએ ટી-સિરીઝ મ્યૂઝિક કંપની અને યશરાજ ફિલ્મ્સ સાથે પાર્ટનરશીપ કરી હતી, જેથી મ્યૂઝિકને ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ માટે યૂઝ કરી શકાય.

    મ્યૂઝિક સુવિધાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ખોલવા પડશે, ગેલેરીમાંથી ફોટો અથવા વીડિયોઓ પસંદ કરવો પડશે અને સંગીત સ્ટીકરો ઉમેરવા પડશે. ગીત પસંદ કર્યા પછી યૂઝર્સ એ પણ સોંગ સાંભળી શકશે જે સ્ટોરી કેવા પ્રકારની હાઇલાઇટ કરવા માંગે છે અને આર્ટિસ્ટના નામ અને ટ્રેક ટાઇટલ પણ જોડી શકો છો.

    આ પણ વાંચો: WhatsApp ડિલીટ થઇ જવાથી પણ સુરક્ષિત રહેશે Chats, બદલો આ Setting



    આવી સુવિધા હવે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર 55 દેશોમાં ઉપલબ્ધ થઈ છે. આ સુવિધા માટે ફેસબૂક ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં ટી-સિરીઝ મ્યુઝિક, ઝી મ્યુઝિક કંપની અને યશ રાજ ફિલ્મ્સ સાથે ભાગીદારી કરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन