નવું ફીચર : એક જ નંબરથી અનેક ડિવાઇસમાં ચાલશે WhatsApp

News18 Gujarati
Updated: November 18, 2019, 8:10 AM IST
નવું ફીચર : એક જ નંબરથી અનેક ડિવાઇસમાં ચાલશે WhatsApp
પ્રતિકાત્મક તસવીર

હાલ યૂઝર્સ એક નંબર ફક્ત એક ફોનમાં જ વાપરી શકે છે, જો કોઈ બીજા ફોનમાં વોટ્સએપ શરૂ કરવામાં આવે તો પ્રથમ એકાઉન્ટ જાતે જ લૉગ આઉટ થઈ જાય છે.

  • Share this:
વૉટ્સઍપ (WhatsApp) તેના યૂઝર્સને મોટી ખુશખબર આપવા જઈ રહ્યું છે. વૉટ્સઍપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં એક નંબરથી અનેક ડિવાઇસમાં વૉટ્સઍપ ચલાવી શકાશે. WABetaInfoના જણાવ્યા પ્રમાણે નવું ફીચર આવવાથી યૂઝરની પ્રાઇવસીમાં પર કોઈ જોખમ ઉભું નહીં થાય, કારણ કે આ ફીચરમાં પણ ચેટ end-to-end encrypted હશે. રિપોર્ટ પ્રમાણે હાલ આ ફીચર iOSના બીટા વર્ઝન (Beta Version) માટે તૈયાર છે.

કેવી રીતે કામ કરશે?

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે યૂઝર એક જ નંબરથી વૉટ્સઍપને બીજા ડિવાઈસ પર એક્સેસ કરી શકશે. આ ડિવાઇસને એક રજીસ્ટ્રેશન કોડ રિક્વેસ્ટ પર 'OK' કરવાની જરૂર રહેશે. એટલે કે જ્યારે કોઈ યૂઝર બીજા ડિવાઇસ પર વૉટ્સએપ નંબર નાખશે (એવો નંબર જેના પર પહેલાથી જ કોઈ ડિવાઇસ પર વૉટ્સઍપ ચાલુ હોય) ત્યારે જે ડિવાઇસ પર પહેલાથી વૉટ્સએપ ચાલુ છે તેના પર એક રિક્વેસ્ટ આવશે. આવું કરવાથી સુરક્ષા અંગે કોઈ ખતરો ઉભો નહીં થાય. એટલે કે કોઈ વ્યક્તિ ફક્ત નંબર જાણીને બીજા વૉટ્સઍપ પર લૉગ-ઇન (Login) નહીં કરી શકે.આ WhatsApp Registration Code Requestમાં લખ્યું હશે કે 'તમને ફોન નંબર માટે કોડ રિક્વેસ્ટ આવી છે, જો તમે આવું નથી કર્યું તો આ કોડ કોઈ સાથે શેર ન કરો.' આ મેસેજમાં OK અને Cancel એમ બે વિકલ્પ રહેશે.

જો તમે OK પ્રેસ કરશો તો તમને બીજા ડિવાઇસમાં પણ એ જ નંબરને એક્સેસ કરવાનો કોડ મળી જશે. જો યૂઝર Cancel ઑપ્શન પસંદ કરશે તો બીજા ડિવાઇસમાં રજીસ્ટ્રેશન કોડ નહીં મળે અને વૉટ્સઍપ લૉગ-ઇન નહીં થાય.

હાલ WhatsApp એક નંબર ફક્ત એક જ ડિવાઇસમાં ચાલે છે

હાલ યૂઝર્સ એક નંબર ફક્ત એક ફોનમાં જ વાપરી શકે છે. જો કોઈ બીજી ડિવાઇસમાં પહેલા ઉપયોગમાં લીધેલા નંબર સાથે લૉગ-ઇન કરવામાં આવે તો પ્રથમ ડિવાઇસમાંથી વૉટ્સઍપ જાતે જ લૉગ-આઉટ થઈ જાય છે. પરંતુ નવું ફીચર આવતાની સાથે જ યૂઝર એક જ નંબર એક કરતા વધારે ડિવાઇસ પર વાપરી શકશે.
Published by: Vinod Zankhaliya
First published: November 18, 2019, 8:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading