PUBGના લવર્સ માટે ખુશખબર, થયા નવા બદલાવ

News18 Gujarati
Updated: September 14, 2018, 11:28 AM IST
PUBGના લવર્સ માટે ખુશખબર, થયા નવા બદલાવ
PUBG ગેમમાં ડેવલોપર્સે Sanhok નકશામાં પણ બદલાવ કર્યો છે.
News18 Gujarati
Updated: September 14, 2018, 11:28 AM IST
PUBG ના લવર માટે ગેમમાં બદલાવ કરવામાં આવ્યો છે. પબજીએ તેના લવર્સ માટે ગેમમાં અપડેટ જાહેર કર્યુ છે અને આ અપડેટમાં યૂઝર્સને sanhok મેપનો ઉપયોગ કરવાની તક આપી છે.

જોકે PUBG એન્ડ્રોઇડના બીટા વર્જન પર પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ હવે ડેવલોપર્સે સંહોક નકશામાં પણ બદલાવ કર્યો છે. આ અપડેટ 12 સપ્ટેમ્બરના રોજ થયું છે.

સંહોક મેપ અપડેટ્સ 12 સપ્ટેમ્બરના રોજ અપડેટ થઇ ચુક્યુ છે. જો કે સૌથી વધુ અપડેટ સંહોક નકશો છે, પરંતુ આ રમતમાં અન્ય ઘણાં ફેરફાર થયા છે. સંહોક નકશો પહેલા પીસી અને Xbox માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. બાદમાં આ નવા નકશા Far Cry અને Miramar મેપથી પ્રેરિત થઇને બનાવવામાં આવ્યો છે. સંહોક નકશો ઘણો નાનો છે, અને આમા રમત વધુ રસપ્રદ બની છે. સંહોક મેપમાં સૌથી વધુ રસપ્રદ લક્ષણ એ છે કે તેમાં વરસાદના ગ્રાફિક્સને સામેલ કર્યા છે. જેથી યુઝર્સ વરસાદ અને ધુમ્મસને પણ જોઈ શકશે.

રમતમાં નવા હથિયારોના સમાવેશ ઉપરાંત ગેમ લવર્સ માટે નવા વૈપન્સ એટલે કે હથિયાર અને નવા વાહનો પણ મળ્યા છે. આ નવા હથિયારોમાં QBZ સામેલ છે, જે ઓટોમેટિક રાઈફલ અને આ ફ્લેર ગનને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓટોમેટિક રાઇફલનો અર્થ એ છે કે હવે બંદૂકને ફરીથી લોડ કરવા માટે ઓછો સમય લેશે.

બુલેટપ્રુફ વાહનોમાં UAZ ને રિલીઝ કરવામાં આવ્યુ છે. જેનો ઉપયોગ યુદ્ધ ઝોનમાં અંદર અને બહાર ગમે ત્યાં કરી શકાય છે. બુલેટપ્રુફ UAZ સાથે મસલ કાર પણ હશે, જે હાર્ડ-ટોપ અને કન્વર્ટિબલ વર્ઝન માટે ઉપલબ્ધ હશે. આ બે કારમાં એકસાથે ચાર ખેલાડીઓ બેસી શકે છે.
First published: September 14, 2018
વધુ વાંચો
अगली ख़बर