BSNL New Prepaid Plan: ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) પોતાનો એક નવો પ્રી-પેડ પ્લાન (BSNL Prepaid Plan) રજૂ કર્યો છે જેની કિંમત 1,498 રૂપિયા છે. BSNLના આ પ્લાનમાં દર રોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. જોકે તેમાં કોલિંગ અને મેસેજિંગની કોઈ સુવિધા નહીં મળે. 1,498 રૂપિયાવાળા આ પ્રી-પેડ પ્લાન (BSNL 1498 Recharge Plan) ઉપરાંત કંપનીએ એક પ્રમોશનલ ઓફર પણ રજૂ કરી છે જેની સાથે 90 દિવસની વધારાની વેલિડિટી મળી રહી છે. આવો જાણીએ બીએસએનએલના આ પ્લાન વિશે...
1,498 રૂપિયાવાળા પ્લાનને ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમને ડેટાની જરૂર છે. આ પ્લાનની સાથે 365 દિવસ સુધી દરરોજ 2 GB ડેટા મળી રહ્યો છે. રોજ ડેટા લિમિટ ખતમ થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ 40 kbps થઈ જશે. હાલ 1,498 રૂપિયવાળો રિચાર્જ પ્લાન ચેન્નઈ સર્કલમાં જોવા મળી રહ્યો છ, જેને ટૂંક સમયમાં અન્ય સર્કલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે, BSNLએ 1,498 રૂપિયાવાળો પોતાનો આ પ્લાન ગયા વર્ષે રજૂ કર્યો હતો. પહેલા આ પ્લાનમાં કુલ 91 GB ડેટા મળતો હતો અને તેની વેલિડિટી 365 દિવસની હતી. જોકે બાદમાં આ પ્લાનને અનેક સર્કલમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
2,399 રૂપિયાવાળા પ્લાનની સાથે 90 દિવસની વધારાની વેલિડિટી
BSNLએ 2,399 રૂપિયાના પ્લાનની સાથે 90 દિવસની વધારાની વેલિડિટીની જાહેરાત કરી છે. 2,399 રૂપિયાવાળો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે પરંતુ હવે તેની સાથે 425 દિવસની કુલ વેલિડિટી મળી રહી છે. આ પ્રમોશનલ ઓફર 18 નવેમ્બર, 2021 સુધી જ લાગુ રહેશે. આ પ્લાનમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે અને દરરોજ 100 SMS ફ્રી મળશે.
આ પહેલા, BSNLએ 100 GB ડેટાની સાથે 447 રૂપિયાનો રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો હતો. આ પ્લાન 60 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તે કોઈ ડેટા લિમિટ વગર કુલ 100 GB ડેટા આપે છે. આ ઉપરાંત કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMS પણ મળે છે. આ ઉપરાંત, પ્લાનની સાથે મફત BSNL Tunes અને Eros Now Entertainment સેવાઓ પણ ઉપલબ્ધ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર