Home /News /tech /30 હજારથી ઓછાના બજેટમાં મળી જશે આ Laptops, અહીં ચેક કરો લિસ્ટ

30 હજારથી ઓછાના બજેટમાં મળી જશે આ Laptops, અહીં ચેક કરો લિસ્ટ

પ્રતીકાત્મક તસવીર

Laptops Under 30K: આ લેપટોપમાં હાઈ સ્પીડ પ્રોસેસર, હાઈ કેપેસિટી રેમ, હેવી સ્ટોરેજ, મજબૂત બેટરી અને હાઈ પરફોર્મિંગ ગ્રાફિક્સ કાર્ડ મળશે.

Laptops Under 30K: આજકાલ કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે, ત્યારે બીજી તરફ શિક્ષણ પણ ઓનલાઇન થઈ ગયું છે. જેને લઈને લેપટોપની મંગમાં વધારો થયો છે. એમાં પણ મોટાભાગના લોકો ઓછા બજેટમાં એક સારું લેપટોપ લેવાની પ્રાથમિકતા રાખે છે, આ માટે તમને એમેઝોન પર ઘણા બધા વિકલ્પો મળશે. અહીં આમાંથી 5 શ્રેષ્ઠ લેપટોપ વિશે માહિતી આપવામાં આવી છે. જે વજનમાં ખુબ જ હલકા છે અને તેમનું પરફોર્મન્સ પણ ઊંચું છે. જેથી તેને રોજ ઓફિસ અથવા કોલેજમાં લઈ જઈ શકો છો.

આ લેપટોપમાં હાઈ સ્પીડ પ્રોસેસર, હાઈ કેપેસિટી રેમ, હેવી સ્ટોરેજ, મજબૂત બેટરી અને હાઈ પરફોર્મિંગ ગ્રાફિક્સ કાર્ડ મળશે. આ લેપટોપ તમે 30 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકો છો.

HP 15 HD Laptop :

આ લેપટોપ વર્ક ફોર્મ હોમ અને બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે ઉત્તમ લેપટોપ છે. તેમાં 4GB રેમ અને AMD Athlon પ્રોસેસર છે, જે 3.2 ગીગાહર્ટ્ઝ સુધી હાઈસ્પીડ પૂરી પાડે છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 1 TB સ્ટોરેજ ઉપલબ્ધ છે, જેમાં તમે ઘણી બધી ફાઈલો અને મીડિયા કન્ટેન્ટ સ્ટોર કરી શકો છો. આ લેપટોપમાં લાઈફટાઈમ વેલિડિટી સાથે પ્રી-લોડેડ વિન્ડોઝ 10 પણ આવે છે.



શમિતા શેટ્ટીની કમાણી જાણીને ચોંકી જશો, ફિલ્મોથી દૂર રહીને પણ લાખો કમાય છે

Acer Extensa 15 :

આ લેપટોપ 13.66x768 પિક્સલ રિઝોલ્યુશન સાથે 15.6 ઇંચની HD ડિસ્પ્લે ધરાવે છે. આ સાથે જ તેમાં AMD ડ્યુઅલ કોર પ્રોસેસર છે, જે 2.6 Ghzની સ્પીડ આપે છે. તેમાં 4GB રેમ અને 1TB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં બે બિલ્ટ-ઈન સ્પીકર સાથે ડિજિટલ માઇક્રોફોન પણ છે. આ લેપટોપનું વજન 1.9 કિલો છે, જેથી તમે તેને તમારી બેગમાં મૂકીને સરળતાથી લઈ જઈ શકો છો.



આ પણ વાંચો: WhatsApp પર ગૂપચૂપ વાંચી લો મેસેજ, મોકલનારને નહીં થાય જાણ, આ રહી સરળ ટ્રિક

Lenovo V15 :

આ કોમર્શિયલ ગ્રેડનું ટકાઉ લેપટોપ છે, જે ખૂબ ઓછી કિંમતે મળે છે. તેમાં AMD Athlon Gold પ્રોસેસર અને 15 ઇંચની ફુલ એચડી એન્ટી ગ્લેર ડિસ્પ્લે છે. તેમાં 180 ડિગ્રી ઓપન થાય તેવા મેટલ હિંજ છે, જેને 30,000 સાઇકલ્સ માટે ટેસ્ટ કરાયા છે. તેના સ્પીકર્સ ડોલ્બી સાઉન્ડ આઉટપુટ આપે છે.



ASUS Celeron :

આ લેપટોપમાં 1920X1080 પિક્સલ રિઝોલ્યુશન સાથે 15.6 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે. આ ઉપરાંત 4GB RAM અને ડ્યુઅલ કોર Celeron પ્રોસેસર તેને ફાસ્ટ બનાવે છે. તેમાં 1 TB HDD સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

HP Chromebook :

આ લેપટોપ ટચ સ્ક્રીન છે, જે ખૂબ ઓછી કિંમતે મળી રહ્યું છે. આ લેપટોપમાં વોઇસ ઇનેબલ Google આસિસ્ટન્ટ પણ છે, જેને તમે પ્રશ્નો પૂછી શકો છો, રિમાઇન્ડર સેટ કરી શકો છો અને હોમ પેજને કંટ્રોલ કરી શકો છો. તેમાં 14 ઇંચની સ્ક્રીન, 4GB રેમ અને 64GB SSD + 256GB સ્ટોરેજ મળે છે.
First published:

Tags: Budget laptop, Laptop, Technology news