Gmail એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ છે. વિશ્વભરમાં દરરોજ લાખો લોકો આ ઈ-મેલ (Email)સર્વિસનો ઉપયોગ કરે છે. Gmail દ્વારા તેનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન દરેક યુઝરે કરવું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો, તો Gmail તમારા પર પગલાં લઈ શકે છે અને તમારા એકાઉન્ટ (Google Account)પર પ્રતિબંધ પણ મૂકી શકે છે.
Gmailમાં ત્રણ સરળ નિયમો છે, જો તમે તેનું પાલન નહીં કરો તો તમારું એકાઉન્ટ પર હંમેશા માટે પ્રતિબંધ લાગી જશે. તેથી, હવેથી તમે Gmailમાં લોગ ઇન કરો ત્યારે આ ત્રણ સરળ નિયમોને ધ્યાનમાં જરૂર રાખો.
ગૂગલે આ ઈ-મેલ સર્વિસમાં ઘણા ફેરફાર કર્યા છે. યૂઝર્સને હવે મેઇલ મોકલ્યા બાદ Undo કરવાની સુવિધા મળશે. તેમજ તેના ઈન્ટરફેસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે Gmailના ત્રણ સરળ નિયમો કયા છે, જેનું ઉલ્લંઘન કરવાથી તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ શકે છે.
સતત ઈ-મેલ મોકલશો નહીં
આપણને લાગે છે કે અપણે Gmailથી એક દિવસમાં અસંખ્ય ઇમેઇલ્સ મોકલી શકીએ છીએ, પરંતુ એવું બિલકુલ નથી. હકીકતમાં ગૂગલે જીમેલથી ઈ-મેઈલ કરવા માટે એક મર્યાદા નક્કી કરી છે અને જો કોઈ વ્યક્તિ તે મર્યાદાને વટાવે છે તો તેના Gmail એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે. તમે તમારા Gmailથી એક દિવસમાં 500થી વધુ ઈ-મેઈલ મોકલી શકતા નથી.
આ સિવાય જો ગૂગલને લાગે કે તમે સ્પામ મેલ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો પણ તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે. જો કે, આ કિસ્સામાં તમારા પર 1 થી 24 કલાક માટે પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલે કે, તમે 24 કલાક પછી જ Gmail દ્વારા આગળનો ઈમેલ મોકલી શકશો, પરંતુ જો તમે સતત સ્પામ મેલ કરતા જણાશો, તો તમારું Gmail કાયમ માટે બંધ થઇ શકે છે.
વારંવાર ખોટા ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરશો નહીં
જો તમે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર ઘણા મેલ મોકલો છો, તો પણ Google તમારા એકાઉન્ટને ‘રેડ ફ્લેગ’ એટલે કે નોટિસ આપી શકે છે. આમ કરવાથી, Google નું અલ્ગોરિધમ તમને સ્પામર ગણશે અને તમારા Gmail એકાઉન્ટને ડિસેબલ અથવા થોડા સમય માટે પ્રતિબંધિત કરશે. નોંધવા જેવી બાબત એ છે કે જો તમે કોઈપણ નોન-એક્ટિવ અથવા ખોટા ઈ-મેલ એડ્રેસ પર કોઈપણ મેલ મોકલો છો, તો તમારા દ્વારા મોકલાયેલ ઈ-મેલ પરત કરવામાં આવે છે. તેથી ધ્યાનમાં રાખો કે ઇનએક્ટિવ મેલ એડ્રેસ પર વારંવાર મેલ કરશો નહીં.
જો તમને મોટી માત્રામાં બાઉન્સ ઈ-મેલ મળે છે, તો ગૂગલ તમને સ્પામર માને છે. આવી સ્થિતિમાં ઈ-મેલ મોકલતા પહેલા તમારે બધા ઈ-મેલ એડ્રેસ બરાબર ચેક કરી લેવા જોઈએ અને સ્પેલિંગ વગેરેની તપાસ કરવી જોઈએ, જેથી ઈ-મેઈલ મોકલ્યા પછી પરત ન આવે.
ઈ-મેલ દ્વારા ગેરકાયદેસર માહિતી મોકલવી
જો તમે કોઈને લિંક, વિડિયો, ફોટો અથવા ડોક્યુમેન્ટ મોકલો છો જે ગેરકાયદેસર છે અથવા Gmail ની નીતિ વિરુદ્ધ છે, તો પણ તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે. તેથી, શસ્ત્રોનું વેચાણ, ડ્રગની દાણચોરી, કૉપિરાઇટેડ મ્યુઝિક વીડિયો અને મૂવી માહિતી વગેરે જેવી ગેરકાયદેસર વસ્તુઓની ઈ-મેલ દ્વારા માહિતી ક્યારેય મોકલવી જોઈએ નહીં. જો તમે આમ કરો છો, તો Google તમને ‘You have reached a limit for sending mail’ એવી error બતાવશે. ગૂગલનો દાવો છે કે તે કોઈપણ યુઝરનો ઈ-મેલ વાંચતો નથી, પરંતુ કંપની દ્વારા વિકસિત AI ડિટેક્શન ફીચર ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલ શંકાસ્પદ કોન્ટેન્ટની ઓળખ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર