ભૂલથી પણ ડાઉનલોડ ના કરશો આ એપ, ખાતુ થઈ જશે ખાલી

ખેડૂતે એક નાની ભૂલથી તેની સમગ્ર વર્ષની કમાણી ગુમાવી છે.

News18 Gujarati
Updated: April 15, 2019, 4:06 PM IST
ભૂલથી પણ ડાઉનલોડ ના કરશો આ એપ, ખાતુ થઈ જશે ખાલી
ખેડૂતે એક નાની ભૂલથી તેની સમગ્ર વર્ષની કમાણી ગુમાવી છે.
News18 Gujarati
Updated: April 15, 2019, 4:06 PM IST
ડિજિટલ ઇન્ડિયામાં ફ્રોડ પણ વધી ગયો છે. તેથી ઓનલાઇન વ્યવહારો કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. હવે નાસિકમાં એક ખેડૂત વિશે વાત કરીએ તો તેને 'ગૂગલ પે' પર ફોન રિચાર્જ કરવો એટલો ભારે પડ્યો કે રૂ. 100 ના રિચાર્જ પર તેના બેંક ખાતામાંથી 91 હજાર રુપિયા ગાયબ થઇ ગયા. ખેડૂતની એક નાની ભૂલ તેની સમગ્ર વર્ષની કમાણી ગુમાવી છે. ખેડૂતે ભૂલથી એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરી, જેનાથી તેનું બેંક ખાતુ ખાલી થઇ ગયું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આ વિશે માર્ગદર્શિકા પણ રજૂ કરી છે.

હકીતમાં નાસિકના એક ખેડૂત રવિ ભંડુરેએ ગૂગલ પે પર તેના ફોનથી રિચાર્જ કર્યુ પણ ફરી પ્રયાસ કર્યા પછી પણ જ્યારે તેના ફોનમાં રિચાર્જ થયું ન હતુ, ત્યારે તેણે 'ગૂગલ પે' ના ક્સ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો. કસ્ટમર કેર તરફથી રવિ ભંડુરને એનીડેસ્ક એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી હતી. ખેડૂતએ ક્સ્ટમર કેરના કહેવા પર એનીડેસ્ક એપ ડાઉનલોડ કરી અને જેમ જેમ ડાયરેક્શન મળતી રહી તેમ કર્યુ, પરંતુ થોડીવારમાં તેના બેંક ખાતામાંથી પૈસા બહાર નીકળવા લાગ્યા અને ધીમે ધીમે 91 હજાર રૂપિયા ગાયબ થઇ ગયા.

RBIએ બેંકોને નિર્દેશ આપ્યા છે કે, તે લોકોને એની ડેસ્ક એપ દ્વારા કરાતી છેતરપિંડી અંગે જાગ્રુત કરે. કારણ કે, મોટાભાગના લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી જ લેવડ-દેવડ કરી રહ્યા છે. એવામાં લોકોને આ છેતરપિંડીથી બચાવવા અનિવાર્ય છે.

RBIના જણાવ્યા અનુસાર, આ એપને ડાઉનલોડ કરવાની સલાહ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મળે છે. એપ ડાઉનલોડ થતાંની સાથે જ તમને એક 9 ડિજિટનો કોડ મળે છે. ત્યારબાદ છેતરપિંડી કરનારાઓ તમારી પાસેથી તે કોડ લઈ લેશે. પછી તે એપ પર તમારી પાસેથી પરમિશન માંગવામાં આવશે. જેવું તમે તેને અપ્રૂવ કરશો કે તરત જ તમારા ફોનનો રિમોટ એક્સસ હેકરને મળી જશે. પછી તે મોબાઈલમાં પહેલાથી રહેલા બેંકિંગ એપની મદદથી તમારા ખાતામાંથી પૈસા ગાયબ કરી દેશે. જણાવી દઈએ કે, RBIનો આ એલર્ટ માત્ર UPI માટે જ નહીં પરંતુ અન્ય પેમેન્ટ એપ્સ પર પણ લાગુ થાય છે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...