ક્યારે પણ ન ખરીદો તમારા મોબાઈલ માટે આવું કવર, થઈ શકે છે ભારે નુકશાન

News18 Gujarati
Updated: January 17, 2019, 4:41 PM IST
ક્યારે પણ ન ખરીદો તમારા મોબાઈલ માટે આવું કવર, થઈ શકે છે ભારે નુકશાન
પ્રતિકાત્મક તસવીર

જેમ-જેમ સ્માર્ટફોનનો ક્રેઝ વધતો જાય છે તેમ તેમ મોબાઈલ કવરનો પણ ક્રેઝ વધતો જાય છે.

  • Share this:
હાલના દિવસોમાં જેમ-જેમ સ્માર્ટફોનનો ક્રેઝ વધતો જાય છે તેમ તેમ મોબાઈલ કવરનો પણ ક્રેઝ વધતો જાય છે. પરંતુ શું તમને ખબર છે કે કેટલાએ એવા મોબાઈલ કવર હોય છે જે આપણ મોબાઈલને સુરક્ષિત રાખવાને બદલે નુકશાન પહોંચાડે છે. આ સમાચારમાં અમે તમને જણાવીએ કે, કયા કવર ફોન માટે ખતરનાક હોય છે, અને કેવા કવર્સ તમારા ફોન માટે ખરીદવા જોઈએ...

રબર વાળુ કવર - હંમેશા યૂઝર્સને વધારે રબરવાળુ કવર પસંદ આવે છે કેમ કે, આનાથી ન તો ફોન ખીસ્સામાંથી પડી જવાનો ડર રહે છે અને ના તો મોબાઈલ તૂટી જવાનો. તમને જણાવી દઈએ કે, આ કવર લગાવવાથી તમારો મોબાઈલ વધારે ગરમ થઈ જાય છે, જેથી મોબાઈલ ફાટવાનો ડર રહે છે. એવામાં તમારા માટે એજ સારૂ રહેશે કે, રબરના બદલે સિલિકોનના કવરનો ઉપયોગ કરો, કેમ કે સિલિકોન મોબાઈલને ઠંડુ કરવાનું કામ કરે છે.

લેધરવાળુ કવર - લેધર કવર આમ તો ખુબ આકર્ષક હોય છે, પરંતુ આ રીતનું કવર લગાવવાથી ફોન ફાટવાનો ડર રહે છે, કેમ કે જ્યારે તમે ફોનનો ઉપયોગ કરો છો તો તેની બેટરી હીટ થાય છે, જેથી લેધર ગરમ વધારે થઈ જાય છે.

પ્લાસ્ટિક કવર - બજારમાં હાલમાં મોટાભાગના તમામ લોકો સ્માર્ટફોન માટે પ્લાસ્ટિકનું કવર વાપરે છે, જેથી ફોન પડે તો પણ તૂટવાનો ડર નથી રહેતો. પરંતુ આ કવર પણ તમારા મોબાઈલ માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે, કેમ કે ફોન ગરમ થવાના કારણે પ્લાસ્ટિકથી ગરમી બહાર નથી નીકળી શકતી, જેથી તમારી બેટરી પર તેની અસર પડે છે અને તમારી બેટરી ખરાબ થઈ શકે છે.
First published: January 17, 2019, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading