જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવતાં લોકો Twitter પર ભડક્યાં, કહ્યું- તેના અધિકારીઓની ધરપકડ કરો

જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવતાં લોકો Twitter પર ભડક્યાં, કહ્યું- તેના અધિકારીઓની ધરપકડ કરો
એક લાઇવ બ્રોડકાસ્ટમાં જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવ્યા બાદ ઊભા થયેલા વિવાદ પર ટ્વિટરે આપ્યો આવો જવાબ

એક લાઇવ બ્રોડકાસ્ટમાં જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવ્યા બાદ ઊભા થયેલા વિવાદ પર ટ્વિટરે આપ્યો આવો જવાબ

 • Share this:
  નવી દિલ્હીઃ હવે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર (Twitter) પણ લોકોના નિશાના પર આવી ગયું છે. મૂળે ટ્વિટર ઈન્ડિયા (Twitter)એ એક સ્થળે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ને ચીન (China)ના હિસ્સાના રૂપમાં દર્શાવ્યું છે. ત્યારબાદ ઇન્ટરનેટ પર ટ્વિટરની આ હરકતને લઈ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોએ ટ્વિટર ઈન્ડિયાના અધિકારીઓની ધરપકડ કરવા સુધીની માંગ કરી છે.

  ટ્વિટરની આખ હરકત બાદ આ મુદ્દાને ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના કંચન ગુપ્તાએ ઉઠાવ્યો. કંચન ગુપ્તાએ ટ્વિટમાં લખ્યું કે, ટ્વિટરે હવે ભૂગોળ બદલવાનો નિર્ણય કરી લીધો છે. તેણે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો જાહેર કરી દીધો છે. આ ભારતીય કાયદાનું ઉલ્લંઘન નથી તો બીજું શું છે? શું અમેરિકાની કંપની કાયદાથી ઉપર છે?  આ પણ જુઓ, IPL 2020: મયંક અગ્રવાલે બીજી સુપર ઓવરમાં ‘સુપરમેન’ બની બચાવ્યા 4 રન, KXIPની જીતનો આવી રીતે બન્યો ‘હીરો’- VIDEO

  કંચન ગુપ્તાએ તેમાં ટેલીકૉમ તથા આઇટી મંત્રી રવિશંકર પ્રસાદને ટૅગ કર્યા છે. ત્યારબાદ અન્ય ટ્વિટર યૂઝરે પણ કેન્દ્રીય મંત્રીને કાર્યવાહીની અપીલ કરી છે.

  આ પણ વાંચો, શું હકીકતમાં ભારતમાં ચાર મહિનામાં કન્ટ્રોલમાં આવી જશે કોરોના? જાણો 7 અગત્યની વાતો

  એક લાઇવ બ્રોડકાસ્ટમાં જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવ્યા બાદ ઊભા થયેલા વિવાદ પર ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે, અમે રવિવારે થયેલી આ ટેકનીકલ સમસ્યાથી અવગત છીએ. અમે તેને સમજીએ છીએ અને તેની સંવેદનશીલતાનું સન્માન કરીએ છીએ. અમારી ટીમે તેની તપાસ કરી અને જિયોટેગની આ સમસ્યાને ઉકેલી દીધી છે.

  એક યૂઝરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે ભારતને આ મામલામાં શાંત ન બેસવું જોઈએ. ટ્વિટર ઈન્ડિયાના ભારતીય પ્રબંધનમાં સામેલ લોકોની ધરપકડ કરવી જોઈએ. તેની પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published:October 19, 2020, 13:31 pm

  ટૉપ ન્યૂઝ