Samsung TV સહિત આ ઉપકરણો ઉપર ડિસેમ્બરથી નહીં ચાલે Netflix

Samsung TV સહિત આ ઉપકરણો ઉપર ડિસેમ્બરથી નહીં ચાલે Netflix
ફાઇલ તસવીર

માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2010માં અને 2011માં બનેલી સેમસંગ સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ એપ કામ નહીં કરે. આ ઉપકરણોમાં ટેક્નિકલ ખામીઓના કારણે નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ સંભવ નહીં થાય.

  • Share this:
    ન્યૂઝ18ગુજરાતીઃ કથિત રીતે દુનિયાની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ (Netflix) ડિસેમ્બરની શરુઆતથી જ કેટલાક ઉપકરણો ઉપર યુઝ નહીં કરી શકાય. આ ઉપકરણોમાં ટેક્નિકલ ખામીઓના કારણે નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ સંભવ નહીં થાય. માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2010માં અને 2011માં બનેલી (Samsung smart tv) સેમસંગ સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ એપ કામ નહીં કરે. આ ઉપરાંત રોકૂ કંપનીના મીડિયા પ્લેયર જેવા કે રોકૂ 200C, રોકૂ 2050X રોકૂ 2100X, રોકૂ એચડી, રોકૂ એસડી, રોકૂ એક્સડી અને રોકૂ એક્સઆરમાં નેટફ્લિક્સ એપ સપોર્ટ નહીં કરે.

    સેમસંગના આ સ્માર્ટ ટીવી મૉડલ્સમાં ઇન બ્લિટ નેટફ્લિક્સ એપ કામ કરવાનું બંધ કરશે. પરંતુ એમેઝોન ફાયર ટીવી સ્ટીક, એપલ ટીવી, સોની પ્લેસ્ટેશન જેવા એક્સટર્નલ ડિવાઇસના ઉપયોગથી આ મૉડલ્સમાં પણ નેટફ્લિક્સની મજા લઇ શકાશે.



    આ પણ વંચોઃ-ઇન્ટરનેટ ઉપર છવાઈ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે, જુઓ ફોટોશૂટની તસવીરો

    જો તમે ટીવીને ઑન કરો છો અને તમને એક મેસેઝ દેખાય છે કે નેટફ્લિક્સ આ ડિવાઇસ ઉપર 1 ડિસેમ્બરથી ઉપલબ્ધ નહીં થાય. તો તમારે માની લેવાનું કે આ તારીખ પછી આ ડિવાઇસ ઉપર નેટફ્લિક્સ મૂવીઝ કે શોઝની મજા નહીં લઈ શકો.

    આ પણ વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશે

    તાજેતરમાં એક સમાચાર આવ્યા છે કે, થોડા દિવસમાં વ્હૉટ્સએપ (WhatsApp) ઉપર પણ નેટફ્લિક્સ જોઇ શકાશે. આ સમાચાર પ્રમાણે આઈઓએસના (IOS) બીટા વર્ઝન ઉપર આ પ્રકારના પ્રયોગો ચાલી રહ્યા છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો નેટફ્લિક્સ ઉપર વીડિયો પિક્ચર ઈન પિક્ચર મોડમાં દેખાશે.

    આ પણ  વાંચોઃ-રજનીકાંતને સુપરસ્ટાર બનાવવા માટે આ અભિનેતાની છે મહત્વની ભૂમિકા

    ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ ઉપર અશ્લીલ કન્ટેન્ટ આપવાના આરોપ પણ લાગ્યા છે. સેક્રેટ ગેમ્સને પણ આના ઉદાહરણમાં તરીકે લઈ શકાય. જોકે, દેસી આલ્ટ બાલાજી અને હૉટસ્ટાર ઉપર પણ આવા કન્ટેન્ટ ઉપલબ્દ છે.
    Published by:News18 Gujarati
    First published:November 07, 2019, 19:25 pm

    ટૉપ ન્યૂઝ