વેબ સિરીઝ જોનારાઓ માટે ખરાબ સમાચાર, અહીં નહીં ચાલે Netflix

News18 Gujarati
Updated: December 1, 2019, 11:29 AM IST
વેબ સિરીઝ જોનારાઓ માટે ખરાબ સમાચાર, અહીં નહીં ચાલે Netflix
Netflix

નેટફ્લિક્સ (Netflix) 1 ડિસેમ્બર એટલે કે આજથી કેટલાક ઉપકરણો પર ઉપયોગ કરી શકાશે નહી.

  • Share this:
કેટલાક નેટફ્લિક્સ યૂઝર્સો માટે ખરાબ સમાચાર છે. વીડિયો સ્ટ્રીમિંગ સેવા નેટફ્લિક્સ એપ્લિકેશન નેટફ્લિક્સ 1 ડિસેમ્બર એટલે કે આજથી કેટલાક ઉપકરણો પર ઉપયોગ કરવામાં આવશે નહીં. માહિતી અનુસાર કેટલાક સ્માર્ટ ટીવી અને મીડિયા પ્લેયર્સને ઉપકરણોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવ્યું હતું કે 2010 અને 2011 માં સેમસંગ સ્માર્ટ ટીવી નેટફ્લિક્સ એપ્લિકેશન પર કામ કરશે નહીં. આ સાથે રોકુ કંપનીના મીડિયા પ્લેયર્સ જેમ કે રોકુ 200 સી, રોકુ 2050 એક્સ, રોકુ 2100 એક્સ, રોકુ એચડી, રોકુ એસડી, રોકુ એક્સડી અને રોકુ એક્સઆરમાં નેટફ્લિક્સ એપ્લિકેશન સપૉર્ટ નહીં કરે. સેમસંગ સપૉર્ટ પૃષ્ઠ અનુસાર, આ ઉપકરણોમાં ટેકનીકી મર્યાદાઓને લીધે નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ શક્ય બનશે નહીં.

આ પણ વાંચો: 1 ડિસેમ્બરથી મોબાઇલ પર વાત કરવી પડી શકે છે મોંઘી, જાણો શા માટે
રિપોર્ટ અનુસાર સેમસંગના આ સ્માર્ટ ટીવી મૉડલોની ઇન બિલ્ટ નેટફ્લિક્સ એપ કામ કરવાનું બંધ કરશે, પરંતુ જો તમે એમેઝૉન ફાયર ટીવી સ્ટિક, એપલ ટીવી, સોની પ્લેસ્ટેશન જેવા બાહ્ય ઉપકરણો દ્વારા લોગિન કરશો તો આ મૉડેલો પર નેટફ્લિક્સ ચલાવી શકશે. .તમારા ટીવી મૉડલ કોડને કેવી રીતે તપાસો

સેમસંગ અનુસાર જો તમે તમારા ટીવીનો મૉડલ કોડ જાણવા માંગતા હોય તો પહેલા મેનુ પર જાઓ. પછી સપૉર્ટ પર ટેપ કરો. ત્યારબાદ ‘contact samsung’ પર જાઓ, જ્યાં તમને ટીવી મોૉડલનો કોડ દેખાશે.
First published: December 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading