Netflix vs Hotstar vs Amazon Prime Video : જાણો પ્લાન, ભાવ અને બીજુ બધું
Netflix vs Hotstar vs Amazon Prime Video : જાણો પ્લાન, ભાવ અને બીજુ બધું
શરૂઆતમાં, Netflix એ દેશમાં વૃદ્ધિ ટકાવી રાખવા માટે ભારતમાં સબ્સ્ક્રિપ્શન-પ્રાઈસ રિવિઝનની જાહેરાત કરી હતી.
OTT platforms: જો તમે વિચારી રહ્યા છો કે કિંમતોની દ્રષ્ટિએ આ પ્લેટફોર્મ્સ એકબીજાની સામે કેવી રીતે ટકી શકે છે, તો અહીં તમને તે સવાલનો જવાબ ચોક્કસ મળી જશે.
હાલ બજેટ સ્માર્ટફોન અને સ્માર્ટ-ટીવી સરળતાથી મળતા હોવાના કારણે OTT પ્લેટફોર્મ (OTT Plateform) આજકાલ એકદમ સામાન્ય બની ગયાં છે. આજે શરૂઆતમાં, Netflix એ દેશમાં વૃદ્ધિ ટકાવી રાખવા માટે ભારતમાં સબ્સ્ક્રિપ્શન-પ્રાઈસ રિવિઝનની જાહેરાત કરી હતી. એક સમયે Netflixએ દેશમાં પોતાનો વિકાસ ટકાવી રાખવા માટે ભારતમાં સબ્સ્ક્રિપ્શન-પ્રાઈસ (OTT Subscription Price) રિવિઝનની જાહેરાત કરી હતી. તેના તમામ પ્લાન - મોબાઈલ, બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ પ્રમાણમાં વધુ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. જો કે, ડિઝની+ હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, ઝી5 અને સોની લિવ જેવા હરીફ પ્લેટફોર્મ હજુ પણ વધુ સસ્તા સબ્સ્ક્રિપ્શન સાથે ઉપલબ્ધ છે અને ઓરીજનલ કન્ટેન્ટ અને ક્યુરેટેડ શો/મૂવી દર્શકોને ઓફર કરે છે. જો તમે વિચારી રહ્યા છો કે કિંમતોની દ્રષ્ટિએ આ પ્લેટફોર્મ્સ એકબીજાની સામે કેવી રીતે ટકી શકે છે, તો અહીં તમને તે સવાલનો જવાબ ચોક્કસ મળી જશે.
નેટફ્લિક્સ
નેટફ્લિક્સ મોબાઈલ (480p અને 1 મોબાઈલ): રૂ. 149 પ્રતિ માસ
Netflix Basic (480p અને 1 ડિવાઇસ): રૂ. 199 પ્રતિ માસ
નેટફ્લિક્સ સ્ટાન્ડર્ડ (1080p અને 2 ડિવાઇસ): રૂ. 499 પ્રતિ માસ
એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપ સાથે પ્રાઇમ વિડિયોની ઍક્સેસ કરતાં પણ વધુ ઑફરો પ્રદાન કરે છે. તાજેતરમાં ભારતમાં સેવાનો વ્યાપ વધારવા માટે તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. સબ્સ્ક્રિપ્શન સાથે સમાવિષ્ટ થતા અન્ય લાભમાં પ્રાઇમ મ્યુઝિકની ઍક્સેસ, એમેઝોન પર ડિસ્કાઉન્ટની પહેલા ઍક્સેસ કરી શકવી, ફ્રી ડિલિવરી અને ઘણું બધુ છે.
એમેઝોન પ્રાઇમ માસિક: રૂ. 179
એમેઝોન પ્રાઇમ ત્રિમાસિક: રૂ. 549
એમેઝોન પ્રાઇમ વાર્ષિક: રૂ. 1,499
ડિઝ્ની+ હોટસ્ટાર
ક્રિકેટ (IPL) અને ફૂટબોલ (EPL) સ્ટ્રીમ કરી શકવાના કારણે ડિઝનીની માલિકીનું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દર્શકોમાં વધુ લોકપ્રિય છે. તેમાં લાઇવ સ્પોર્ટ્સ કવરેજ સાથે ડિઝની રોસ્ટર પણ છે, જેમાં F1 સિઝન, પ્રો કબડ્ડી અને અન્ય ઘણી સામગ્રીનો સમાવેશ થાય છે.
ડિઝની+ હોટસ્ટાર બેઝિક (HD અને મોબાઈલ ફોન): રૂ. 499
Disney+ Hotstar રેગ્યુલર: (HD અને બે ડિવાઇસ): રૂ. 899
Disney+ Hotstar પ્રીમિયમ (4K અને ચાર ડિવાઇસ): રૂ. 1,499
UEFA ટુર્નામેન્ટ સહિત તેના લાઇવ સ્પોર્ટ્સ કવરેજને કારણે સોની લિવએ લોકપ્રિય OTT સબ્સ્ક્રિપ્શન્સની ટોપ લીસ્ટમાં જગ્યા મેળવી છે. ભારતીય રોકાણકાર હર્ષદ મહેતાની બાયોપિક સ્કેમ 1992ના નિર્માણ બાદ આ પ્લેટફોર્મ લોકોમાં વધુ મનપસંદ બન્યું છે.
સ્પેશ્યલ: પ્રતિ વર્ષ રૂ. 199, કોઈ ઓરિજિનલ નહીં, કોઈ લાઈવ સ્પોર્ટ્સ નહીં, જાહેરાત-સપોર્ટેડ, 1 સ્ક્રીન
WWE નેટવર્ક: પ્રતિ વર્ષ રૂ. 299, 1 સ્ક્રીન (ફક્ત WWE કન્ટેન્ટ)
સ્પેશ્યલ+: દર વર્ષે રૂ. 399, કોઈ ઓરિજિનલ નહીં, કોઈ લાઈવ સ્પોર્ટ્સ નહીં, 1 સ્ક્રીન
Essel ગ્રુપ દ્વારા સંચાલિત Zee5 વિવિધ પ્રકારની ફિલ્મો, વેબ સિરીઝ અને ન્યૂઝ શો ઓફર કરે છે. ફ્રેન્ડ્સ ધ રિયુનિયન પ્લેટફોર્મ પર ડેબ્યૂ થયા પછી તાજેતરમાં પ્લેટફોર્મે ભારે લોકપ્રિયતા મેળવી.
વાર્ષિક પ્લાન (3 સ્ક્રિન) – રૂ. 499
ત્રિમાસિક પ્લાન (2 સ્ક્રિન) – રૂ. 299
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર