Home /News /tech /Netflixના નવા નિયમથી યુઝર્સને પડશે ફટકો, પાસવર્ડ શેર કરવા પર અલગથી આપવો પડશે ચાર્જ!

Netflixના નવા નિયમથી યુઝર્સને પડશે ફટકો, પાસવર્ડ શેર કરવા પર અલગથી આપવો પડશે ચાર્જ!

નેટફ્લિક્સ (Netflix)એ પાસવર્ડ શેરિંગ પર કન્ટ્રોલ કરવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે.

Netflix Password Sharing News: ઘણાં લોકો ઓટીટી પ્લેટફોર્મના પાસવર્ડ એકબીજા સાથે શેર કરતા રહે છે. એક જ પાસવર્ડ પર ઘણાં લોકો ઓટીટી પ્લેટફોર્મની મજા લે છે. પરંતુ, હવે એવું નહીં થઈ શકે. નેટફ્લિક્સ (Netflix)એ પાસવર્ડ શેરિંગ પર કન્ટ્રોલ કરવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે.

વધુ જુઓ ...
Netflix Password Sharing News: મનોરંજનની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે મોટી સ્ક્રીનની જગ્યા ઓટીટી પ્લેટફોર્મે (Ott Platforms) લઈ લીધી છે. નવી મૂવી હોય કે પછી કોઈ સિરિયલ, બધું જ ઓટીટી પર ઉપલબ્ધ છે. ઓટીટીની દુનિયામાં પણ નેટફ્લિક્સ (Netflix) અને એમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon Prime Video) જેવા પ્લેટફોર્મની બોલબાલા છે. આ પ્લેટફોર્મ્સ પર મૂવી કે કોઈ વેબ સિરીઝ જોવા માટે ઓટીટી (OTT) પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લેવું પડે છે.

ઘણાં લોકો ઓટીટી પ્લેટફોર્મના પાસવર્ડ એકબીજા સાથે શેર કરતા રહે છે. એક જ પાસવર્ડ પર ઘણાં લોકો ઓટીટી પ્લેટફોર્મની મજા લે છે. પરંતુ, હવે એવું નહીં થઈ શકે. નેટફ્લિક્સ (Netflix)એ પાસવર્ડ શેરિંગ પર કન્ટ્રોલ કરવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે.

આ પણ વાંચો: Google Mapsમાં આવ્યા આ ખાસ ફીચર્સ, ઉપયોગ કરવો પહેલા કરતાં બની જશે સરળ

પાસવર્ડ શેરિંગ શક્ય નહીં બને

જાણકારી મળી છે કે નેટફ્લિક્સ (Netflix Password Sharing) આ વર્ષના અંત સુધીમાં પાસવર્ડ શેર કરવાની સુવિધા ખતમ કરી નાખશે. પાસવર્ડ શેર કરવાવાળા યુઝર્સને અલગથી ચાર્જ આપવો પડશે. નવો નિયમ લાગુ થયા બાદ યુઝર્સ પોતાના નેટફ્લિક્સ અકાઉન્ટનો પાસવર્ડ પોતાના મિત્રો સાથે શેર નહીં કરી શકે. નવો નિયમ ક્યારથી લાગુ થશે, એ વિશે કોઈ જાણકારી મળી નથી. પરંતુ કહેવાય છે કે આ વર્ષે ઓક્ટોબર સુધી તેના અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

નેટફ્લિક્સે જોડ્યો સરચાર્જ

ન્યુયોર્ક ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ, કેટલાક દેશોમાં તો નેટફ્લિક્સે કાર્યવાહી શરુ પણ કરી નાખી છે. નેટફ્લિક્સ એ યુઝર્સ પાસેથી એક્સ્ટ્રા ચાર્જ લઈ રહ્યું છે જેમણે પોતાનો પાસવર્ડ કોઈ અન્ય સાથે શેર કર્યો છે. આ અકાઉન્ટમાં નેટફ્લિક્સે 2.99 ડોલરનો સરચાર્જ જોડ્યો છે.

આ પણ વાંચો: WhatsApp પર જલ્દી આવશે Companion Mode ફીચર, જાણો તે શું છે અને કઈ રીતે ઉપયોગી બનશે

શું છે તેનું કારણ?

નેટફ્લિક્સ સતત પોતાના સબસ્ક્રાઇબર્સ ગુમાવી રહ્યું છે. આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં નેટફ્લિક્સને 2 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સનું નુકસાન થયું છે. નેટફ્લિક્સનું કહેવું છે કે આ પ્લેટફોર્મના લગભગ 100 મિલિયન યુઝર્સ પાસવર્ડ શેર કરીને કન્ટેન્ટ જુએ છે. આ જ કારણોસર પાસવર્ડ શેરિંગ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Netflix

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો