Home /News /tech /Netflix યુઝર્સ માટે ગુડ ન્યુઝ! વધી જશે એન્ટરટેઇનમેન્ટનો ડોઝ, મળશે 50થી વધુ જબરદસ્ત ગેમ્સ

Netflix યુઝર્સ માટે ગુડ ન્યુઝ! વધી જશે એન્ટરટેઇનમેન્ટનો ડોઝ, મળશે 50થી વધુ જબરદસ્ત ગેમ્સ

નેટફ્લિક્સની ગેમિંગ સર્વિસને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી.

Netflix New Games: વોશિંગ્ટન પોસ્ટની રિપોર્ટ મુજબ, આ વર્ષના અંત સુધીમાં નેટફ્લિક્સની યોજના 30 નવા ગેમિંગ ટાઈટલ્સ રિલીઝ કરવાની છે. જો કે, રિપોર્ટમાં એ ખુલાસો નથી થયો કે કઈ-કઈ નવી ગેમ સામેલ થવા જઈ રહી છે.

Netflix News: મનોરંજન સેવા પ્રદાન કરનાર (Entertainment Service Provider) અને સૌથી પોપ્યુલર વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) કન્ટેન્ટ મામલે અન્ય ઓટીટી પ્લેટફોર્મ કરતાં અલગ છે. યુનિક કન્ટેન્ટને કારણે જ નેટફ્લિક્સ યુઝર્સની પહેલી પસંદ બન્યું છે. હવે કંપની પોતાની ગેમિંગ સર્વિસ પર પણ વધુ ફોકસ કરી રહી છે. ગેમિંગ સર્વિસ (Gaming Service) પર યુઝર્સ ટ્રાફિક વધારવા માટે નવા-નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. સખત સ્પર્ધા અને પાસવર્ડને પરસ્પર શેર કરવાના મુદ્દાઓ વચ્ચે, Netflixએ તેનો નફો અને શેર પ્રાઇસ વધારવા માટે ગેમિંગ સેવાને વિસ્તાર આપવાની યોજના તૈયાર કરી છે.

નેટફ્લિક્સની ગેમિંગ સર્વિસને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. એ સમયે તેની પાસે સ્ટ્રેન્જર થિંગ્સ સહિત 5 ગેમિંગ ટાઈટલ હતા. ત્યારબાદ કેટલીક અન્ય ગેમ્સ પણ સામેલ કરવામાં આવી હતી. આ રીતે નેટફ્લિક્સની ગેમિંગ સર્વિસમાં હાલ 18 જેટલી ગેમ સામેલ છે. ચર્ચા છે કે આ વર્ષના અંત સુધીમાં નેટફ્લિક્સ ગેમની લિસ્ટમાં 50થી વધુ ગેમ સામેલ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: OnePlus 10R: આતુરતાનો અંત! વનપ્લસનો ધાંસુ 5G ફોન થયો લોન્ચ; જાણો Price, Features

સામેલ થશે 30 નવી ગેમ

વોશિંગ્ટન પોસ્ટની રિપોર્ટ મુજબ, આ વર્ષના અંત સુધીમાં નેટફ્લિક્સની યોજના 30 નવા ગેમિંગ ટાઈટલ્સ રિલીઝ કરવાની છે. જો કે, રિપોર્ટમાં એ ખુલાસો નથી થયો કે કઈ-કઈ નવી ગેમ સામેલ થવા જઈ રહી છે.

નેટફ્લિક્સે થોડા દિવસ પહેલા એક મોબાઇલ ગેમ અને એક્સપ્લોડિંગ કિટન બોર્ડ ગેમ પર આધારિત એક ટીવી શો અંગે જાહેરાત કરી હરી. આ મોબાઈલ ગેમ આવતા મહિને લોન્ચ થઈ શકે છે. ટીવી શો આવતા વર્ષે 2023માં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: શું છે વાઇ-ફાઇ કોલિંગ, તેના ફાયદા શું છે અને તમારા સ્માર્ટફોનમાં કઈ રીતે કરશો સેટિંગ?

પોપ્યુલર ગેમ્સનો ભંડાર

નેટફ્લિક્સ પાસે પહેલાંથી જ ઘણી પોપ્યુલર ગેમ્સ હાજર છે. તેમાં ‘ધ વિચર’, લીગ ઓફ લેજેન્ડ્સ પર આધારિત ‘આર્કેન’, ‘ધ કપહેડ શો’, ‘DOTA: ડ્રેગન્સ બ્લડ એન્ડ કાસલવેનિયા’, ‘ઇનટુ ધ ડેડ 2: અનલીશ્ડ’, ‘એસ્ફોલ્ટ એક્સ્ટ્રીમ’, ‘કાર્ડ બ્લાસ્ટ’, ‘શેટર રીમાસ્ટર્ડ’, ‘ડુનેગિઓન ડ્વાર્વ્સ’, ‘હેક્સટેક માહેમ નેટફ્લિક્સ એડિશન’, ‘ક્રિસ્પી સ્ટ્રીટ’, ‘નિટેન્સ’, ‘શૂટિંગ હૂપ્સ’, ‘સ્ટ્રેન્જર થિંગ્સ: 1984’ ‘સ્ટ્રેન્જર થિંગ્સ: ધ ગેમ’ અને ‘ડોમિનોઝ કેફે’ વગેરે સામેલ છે.

Amazonનું નવું ફીચર

એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video)એ ભારતમાં એક નવો પ્રાઇમ વિડિયો સ્ટોર ટ્રાન્ઝેક્શન વીડિયો-ઓન-ડિમાન્ડ એટલે કે TVoD લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્ટોર દ્વારા મૂવીઝ રેન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રાઇમ વિડિયો એપ અને વેબસાઇટની અંદર એક અલગ ટેબ તરીકે હાજર, પે-પર-વ્યૂ સર્વિસને પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સ તેમજ નોન-પ્રાઈમ સબ્સ્ક્રાઇબર્સ પણ એક્સેસ કરી શકે છે.
First published:

Tags: Gaming, Gujarati tech news, Mobile and Technology, Netflix, OTT Platforms

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો