ભારત માટે Netflix લાવ્યું સૌથી સસ્તો પ્લાન, જાણો શું છે પ્લાનિંગ

News18 Gujarati
Updated: March 25, 2019, 7:35 AM IST
ભારત માટે Netflix લાવ્યું સૌથી સસ્તો પ્લાન, જાણો શું છે પ્લાનિંગ

  • Share this:
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix સસ્તો પ્લાન લાવવાની તૈયારીમાં છે, જેથી કંપની પોતાનો લોકલ બિઝનેસ વધારી શકે. હવે એવું લાગી રહ્યું છે કે, કંપની ઝડપથી ભારતમાં પોતાનો સસ્તો પ્લાન લાવવાની છે. જાણકારી અનુસાર, નેટફ્લિક્સ ભારતમાં પોતાના લૉ-કોસ્ટ મોબાઇલ પ્લાનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નેટફ્લિક્સ ભારતીય કસ્ટમર્સ માટે એક મહિનાનો મોબાઇલ પ્લાન 250 રૂપિયામાં આપી રહ્યું છે.

અત્યારે નેટફ્લિક્સ ભારતમાં ત્રણ પ્લાન્સ આપી રહ્યું છે, જેમાં બેઝિક પ્લાનની શરૂઆત 500 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. બીજો પ્લાન 650 રૂપિયાવાળો છે, જ્યારે ત્રીજો પ્લાન થોડો પ્રીમિયમ છે, જેમાં ગ્રાહકો પાસેથી પ્રતિ મહિને 800 રૂપિયા લેવામાં આવે છે. 250 રૂપિયાવાળા પ્લાન દ્વારા કંપની ભારતમાં પોતાનો બિઝનેસ વધારી શક્ય તેટલા વધુ યૂઝર્સને જોડવા માગે છે.

નેટફ્લિક્સ 250 રૂપિયાવાળા પ્લાન સાથે ભારતીયો કસ્ટમર્સની વચ્ચે ટેસ્ટિંગ કરી રહ્યું છે અને તેમાં સબ્સક્રાઇબર્સ માત્ર એક સ્ક્રીનમાં SD (સ્ટાન્ડર્ડ ડેફિનેશન) કન્ટેન્ટ જોઇ શકાશે. અર્થાત્ નવા પ્લાનની કિંમત હાલમાં અવેલેબલ પ્લાનની સરખામણીમાં અડધી છે.

નેટફ્લિક્સે બેઝિક પ્લાનની કિંમત અડધી કરી હોવા છતાં અન્ય ડિજિટલ કન્ટેન્ટ પ્લેટફોર્મ્સની સરખામણીમાં તે મોંઘો જ છે.અન્ય સાથે સરખાવીએ તો હોટસ્ટારનો મંથલી પ્લાન 199 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે એમેઝોન પ્રાઇમનો પ્લાન 129 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. આવી જ રીતે ZEE5 નો પ્લાન 99 રૂપિયા પ્રતિ મહિના અને ALTBalaji ના ત્રણ મહિનાના સબ્સક્રિપ્શનની કિંમત 100 રૂપિયા છે.

હાલમાં નેટફ્લિક્સ પોતાનો સસ્તો પ્લાન ભારતમાં ક્યારે લોન્ચ કરશે તે અંગે સત્તાવાર રીતે કોઇ જાણકારી નથી, જો કે લોન્ચિંગ પણ પછી પણ 250 રૂપિયાવાળો પ્લાન માત્ર મોબાઇલ માટે જ અવેલેબલ હશે. જ્યારે અન્ય પ્લાન્સ મોબાઇલ અને ડેસ્કટોપ બંને માટે છે. કંપનીએ પોતાના સ્ટેટમેન્ટ કહ્યું હતું કે, શક્ય છે કે, ટેસ્ટિંગ પછી પમ આ પ્લાનને ક્યારે લોન્ચ કરવામાં ન આવે.
First published: March 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading