Netflix subscriber: નેટફ્લિક્સે જણાવ્યું હતું કે, એશિયા-પેસિફિક વિસ્તારમાં જેમાંથી મોટાભાગોમાં કોવિડ-19થી અસરગ્રસ્ત જોવા મળી રહ્યો છે, ત્યાં આ પ્લેટફોર્મે પેઇડ મેમ્બરશીપમાં 2.6 મિલિયનનો વધારો કર્યો છે.
નવી દિલ્હી: અમેરિકન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિકસે (Netflix) તેની બ્લોકબસ્ટર કોરિયન ટેલિવિઝન સિરીઝ સ્ક્વિડ ગેમ (Squid Game)ના ગતના ભાગમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે 8.3 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે, તેની સાથે બે મોટી ફિલ્મ રિલીઝ: ડોન્ટ લુક અપ અને રેડ નોટિસ (Don’t Look Up and Red Notice)ને કારણે પણ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મને લાભ મળ્યો છે. નેટફ્લિક્સ સર્વિસ (Netflix service) કે જેણે વિશ્વભરમાં 222 મિલિયન પેઇડ મેમ્બરશીપ (Paid Membership) મેળવ્યા છે. 2020માં 37 મિલિયન સબ્સક્રાઇબરનો ઉમેરો થયો હતો જેની સરખામણીમાં 2021માં નેટફ્લિકસના સબ્સક્રાઇબર્સની સંખ્યા 50%થી ઘટીને 18 મિલિયન થઈ હતી. જણાવી દઈએ કે આ આંકડા કંપનીના કેલેન્ડર વર્ષ અનુસાર બહાર પાડવામા આવ્યા છે.
એશિયા પેસિફિકમાં ગ્રાહકો વધ્યા
નેટફ્લિક્સે જણાવ્યું હતું કે, એશિયા-પેસિફિક વિસ્તારમાં જેમાંથી મોટાભાગોમાં કોવિડ-19થી અસરગ્રસ્ત જોવા મળી રહ્યો છે, ત્યાં આ પ્લેટફોર્મે પેઇડ મેમ્બરશીપમાં 2.6 મિલિયનનો વધારો કર્યો છે. આ સંખ્યા અગાઉના ક્વાર્ટરમાં 2 મિલિયન હતી. કોવિડની સ્થિતિને કારણે જાપાન અને ભારત બંનેમાં તેની પકડ વધુ મજબૂત થઈ છે.
ડબિંગ અને સબટાઇટલ ખૂબ ફાયદાકારક
કંપનીએ ચોથા-ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી એક નોટમાં જણાવ્યું હતું કે, ક્વાર્ટરમાં અમે બ્રાઝિલમાંથી લવ ઈઝ બ્લાઈન્ડ, કોરિયાથી માય નેમ, ભારતમાંથી સુપર હીરો ફિલ્મ મિનલ મુરલી અને ડેનિશ થ્રિલર ધ ચેસ્ટનટ મેન જેવા ટાઈટલ્સમાં વધુ સ્થાનિક વ્યૂ મેળવ્યા છે. વર્ષોથી અમે શીખ્યા છીએ કે શાનદાર સબટાઇટલ્સ અને ડબિંગ સાથે વિશ્વમાં ગમે ત્યાંથી મોટી હિટ્સ આવી શકે છે, જેમ કે અમે લા કાસા ડી પાપેલ, સ્ક્વિડ ગેમ અને લ્યુપિન સાથે પણ આ વાત જોઈ છે. જોકે, નોન-અંગ્રેજી ઓરિજિનલ સાથે અમારું લક્ષ્ય સ્થાનિક પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે.
ડાયસ્ટોપિયન સ્ક્વિડ ગેમ (The dystopian Squid Game) ત્રીજા ક્વાર્ટરના અંતમાં રિલીઝ થઈ હતી, જે ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની. મહત્વનું છે કે તેણે તેના પ્રથમચાર અઠવાડિયામાં 1.65 અબજ વ્યૂ અવર જનરેટ કર્યા હતા. ચોથા ક્વાર્ટરમાં લા કાસા ડી પેપેલ અથવા મની હાઇસ્ટનું પરિણામ પણ દર્શાવવામાં આવ્યું હતું. જેમાં સિરીઝ લાઈફટાઈમ 6.7 બિલિયન કલાકો સુધી જોવામાં આવી હતી.
ભારતમાં સબ્સક્રિપ્શન દરોમાં ઘટાડો
ગયા મહિને નેટફ્લિક્સેયૂઝર્સને આકર્ષવા અને સબસ્ક્રિપ્શન વધારવા માટે ભારતમાં તમામ પ્લાન્સના દરોમાં 18-60% ઘટાડો કર્યો હતો. આ પગલું ડિઝની+ હોટસ્ટાર અને અમેઝોન પ્રાઇમ વીડિયો સહિત વિદેશી દિગ્ગજો વચ્ચે વધુ સ્પર્ધા માટેનું મંચ સુયોજિત કરે છે, જે અત્યારસુધી સબ્સ્ક્રાઇબરની સંખ્યાના મામલામાં આગળ પડતા છે અને તમામ પ્લેટફોર્મ હવે કિંમતને બદલે વોલ્યુમ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
Netflixનો મોબાઈલ પ્લાન, જેની કિંમત અગાઉ રૂ. 199 પ્રતિ મહિને હતી યૂઝર્સ હવે તેનો લાભ રૂ. 149માં લઈ શકશે. મુખ્ય પ્લાન જે કોઈપણ એક ડિવાઈસ પર તમામ કોન્ટેન્ટ ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે, તેની કિંમત હવે રૂ. 499 હશે તેથી હવે આ બંને પ્લાન વચ્ચે જંગ જામતો જોઈ શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર