Netflixનો પાસવર્ડ Share ન કરતા, એકાઉન્ટ થઈ જશે બંધ!

નેટફ્લિકનો પાસવર્ડને Friendને શૅર કરતાં પહેલા ચેતી જજો, મોટી કિંમત ચૂકવવી પડી શકે છે!

નેટફ્લિકનો પાસવર્ડને Friendને શૅર કરતાં પહેલા ચેતી જજો, મોટી કિંમત ચૂકવવી પડી શકે છે!

  • Share this:
    નવી દિલ્હી. આજકાલ લોકો નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન (Netflix Subscription) ખરીદવાં કરતાં પોતાના મિત્ર કે બહેનપણીના નેટફ્લિક્સનો પાસવર્ડ (Netflix Password) લઇ તેમાંથી મનોરંજન મેળવે છે. ત્યારે હવે અન્ય લોકોને પાસવર્ડ આપતા લોકોએ સાવધાન રહેવું જોઈએ.

    વિડીયો સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સ એક એવા ફીચર એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે કે નેટફ્લિક્સનો પાસવર્ડ શેર કરવાથી તમારું આઈડી નિષ્ક્રિય થઇ જશે. આ નેટફ્લિક્સએ એલર્ટ આપ્યું આપ્યું છે, જેથી યુઝર્સ ચેક કરી શકે કે તેઓનું સબસ્ક્રિપ્શન યથાવત છે કે કેમ.

    આ અંગે નેટફ્લિક્સએ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. જેમાં તેના પ્રવક્તાએ કહ્યું છે કે, આ ટેસ્ટ એ સુનિશ્ચિત કરવા માટે કરાયો છે કે યુઝર તેમના એકાઉન્ટનો ઉપયોગ છે કે કેમ તે જાણી શકાય. કંપનીના ટર્મ્સ ઓફ સર્વિસ મુજબ, તમે તમારા નેટફ્લિક્સનો પાસવર્ડ અન્ય લોકો સાથે શેર કરી શકો નહીં.

    આ પણ વાંચો, 16 માર્ચે ઓપન થઈ રહ્યો છે Kalyan Jewellersનો IPO, ચેક કરો પ્રાઇઝ બેન્ડ અને અન્ય ડિટેલ્સ

    નવા ફીચર મુજબ, જયારે કોઈ યુઝર શેર્ડ નેટફ્લિક્સ એકાઉન્ટ પર પોતાની પ્રોફાઈલ સિલેક્ટ કરશે, ત્યારે પોપઅપ દ્વારા યુઝરને સેન્ડ કરેલા મેસેજ કે મેઈલ દ્વારા વેરિફિકેશન કરવા કહેશે. જો,એ યુઝર તેને બાદમાં પણ વેરીફાય કરી શકે છે. પરંતુ બાદમાં આવેલા પોપઅપ દ્વારા તેઓ પોતાને અધિકૃત યુઝર તરીકે વેરીફાય ન કરાવી શકે તો યુઝરને નવું એકાઉન્ટ સેટ કરવા માટે કહેવામાં આવશે.

    આ પણ વાંચો, Explained: આંતરાષ્ટ્રીય પ્રવાસ માટે ‘વેકસીન પાસપોર્ટ’ કેવી રીતે મહત્ત્વનો છે?

    જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવું ફીચર માત્ર ટેસ્ટિંગ માટે છે. જે પસંદગીના એકાઉન્ટ્સ પર શરુ કરાયું છે, જેઓ ટીવી પર નેટફ્લિક્સનો ઉપયોગ કરે છે.
    કોરોના મહામારી દરમિયાન નેટફ્લિક્સના યુઝર્સમાં જોરદાર વધારો થયો છે, જેના કારણે આ ફીચર લાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને નેટફ્લિક્સના યુઝરમાં વધારો થતાં કુલ 200 મિલિયન યુઝર્સ થયા છે, સાથે જ તેનો શેર ગત કરતાં 50% વધ્યો છે. પરંતુ આ યુઝર્સને મેન્ટેન કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે, કારણ કે 2021માં લોકો ઘરે ઓછો સમય ફાળવી રહ્યા છે.

    નેટફ્લિક્સ જ નહીં તેના હરીફ રહેલા અન્ય પ્લેટફોર્મ્સ પણ પાસવર્ડ શેરિંગનો નિવેડો લાવવા માટે વર્ષોથી રસ્તો શોધી રહ્યાં છે. આ અંગે નેટફ્લિક્સના ચીફ પ્રોડક્ટ ઓફિસરે જણાવ્યું કે, અમે પાસવર્ડ શેરિંગને અટકાવવા માટે હજી અન્ય વિકલ્પો શોધી રહ્યા છીએ.
    First published: